કોરોના સામેની લડાઈ માટે આઈએએસ અધિકારીને ફરજ સોંપતી રાજય સરકાર
રાજયમાં નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-૧૯)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી રાજય સરકાર દ્વારા વિવિધ નિવારાત્મક પગલા લેવામાં આવી રહેલ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના સંક્રમણને વધુ ઝડપથી અને વધુ અસરકારક રીતે નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી રવિન્દ્ર ડી.ખતાલે, આઈ.એ.એસ, નાયબ સચિવ, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરની સેવાઓ તાત્કાલિક અસરથી પ્રતિનિયુકિતના ધોરણે ખાસ ફરજ પરના અધિકારી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ તરીકે નિયુકિત માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના હવાલે તા.૩૧/૧૦/૨૦૨૦ સુધી અથવા અન્ય હુકમો ન થાય ત્યાં સુધી, બન્નેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી મુકવામાં આવે છે.