ગુજરાત લાયન્સની ટીમને આઇપીએલમાં જાળવી રાખવા બંસલનો મક્કમ ઇરાદો
બીસીસીઆઈની હાઈ પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૦મી સીઝનનો ૫મી એપ્રિલથી શુભારંભ થઈ રહ્યો છે. બીસીસીઆઈની ગાઈડ લાઈન મુજબ આઈપીએલની દરેક ટીમો જયારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચ રમે ત્યારે હોમ ગ્રાઉન્ડ પર ભવ્ય ઓપનીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી ૭મી એપ્રીલના રોજ ગુજરાતલાયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે તે પૂર્વે ૬.૩૦ થી ૭ દરમિયાન ભવ્ય ઓપનીંગ સેરેમની પણ જાજરમાન આયોજન કરાયું છે.
તે અંગે ગુજરાત લાયન્સ અને ઈન્ટેકસ કંપનીના યુવા ઓનર કેશવ બંસલે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતુ કે ટ્રોફી અમા‚ લક્ષ્ય છે. ઓક્ષન દ્વારા ગુજરાત લાયન્સ ટીમમાં ઘણા નવા પ્લેયર આવ્યા છે. જૈસન રોય, મુનાફ પટેલ, બંસીલ થંપી, નથુસિંઘ, શુભમ અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગત વર્ષમાં જે વીકનેશ હતી તેને સુધારવાનાં પ્રયત્નો કર્યા છે. જેથી આશા છે કે આ વર્ષની પર્ફોમન્સ ગત વર્ષ કરતા સારી હશે.
વધુમાં કેશવ બંશલે રવિન્દ્ર જાડેજા વિશે જણાવ્યું હતુ કે તેઓ અત્યારે ફોર્મમાં છે વર્લ્ડ ટેસ્ટ નંબર વન બોલર બન્યા છે. તેઓ ખુબ સારા ખેલાડી અને ખુબ સારા માણસ છે. અમને તેના તરફથી ખૂબ અપેક્ષાઓ છે.
અમે જયારે ટીમ લીધી હતી ત્યારે અમને જાણ હતી કે ટીમ માત્ર બે વર્ષ માટે જ રહેશે અત્યારે તો અમે સેક્ધડ સીઝન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ સીઝન પૂરી થયા બાદ અમે બીસીસીઆઈ સાથે અ અંગે વાત કરીશું બીસીસીઆઈ જે નિર્ણય લેશે તેનો અમે આદર કરીશું.
ગુજરાત લાયન્સ ટીમનાં પ્લેયર્સને મોટીવેટ કરવાની જ‚ર પડતી નથી પરંતુ સુત્ર છે આઈ કેન કોન્કર ઓલ આનો અર્થ છે જો તમે તમારા પર વિશ્ર્વાસ રાખશો તો કોઈ પણ સ્થિતિ મૂશ્કેલ લાગશે નહી અને મંઝીલ દૂર લાગશે નહી.