ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. રીવાબા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે ભારતીય ક્રિકેટર અને રીવાબાના પતિ રવેન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા જાડેજા માટે મત માંગ્યા હતા. મળતી જાણકારી અનુસાર, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબાને મત આપવા માટે જામનગરવાસીઓને અપીલ કરી હતી.
સોશિયલ મીડિયામાં વીડીયો પોસ્ટ કરીને રવીન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે મારા પત્ની રીવાબા જાડેજા પર ઉમેદવારીનો કળશ તમારા સૌના ભરોસે ભાજપના નેતાઓએ ઢોળ્યો છે. મારા પત્ની આજે ઉમેદવારી ફોર્મ ભરવા જશે તો જામનગરની જનતાને રીવાબાને મત આપવા માટે અપીલ કરી હતી.
https://www.facebook.com/reel/2381195248685083
કોણ છે રિવાબા જાડેજા?
રીવાબા રાજકોટના છે. તેના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. ભાજપમાં જોડાતા પહેલા રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.