- ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
- ભારતીય ટીમ સાથે આજે મારો છેલ્લો દિવસ હતો: અશ્વિન
ભારતીય ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમજ અશ્વિને આ જાહેરાત ઓસ્ટ્રેલિયા સામે ભારતની ગાબા ટેસ્ટ બાદ કરી છે. સિરીઝ 1-1 થી બરોબરી બાદ સ્ટાર બોલરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તો ચાલો આ લેખમાં અશ્વિનની નેટવર્થ પર એક નજર કરીએ.
ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈને બધાને ચોંકાવી દીધા છે. તેમજ બ્રિસબેન ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થતાંની સાથે જ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પહેલા ડ્રેસિંગ રૂમમાંથી વિરાટ કોહલી અને અશ્વિનનો ઈમોશનલ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમની નિવૃત્તિની વાતો શરૂ થઈ હતી. હવે અશ્વિને પોતે આ વાતની પુષ્ટિ કરી છે.
રવિચંદ્રન અશ્વિનનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન હંમેશા શાનદાર રહ્યું છે અને તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. તેમજ અશ્વિને ત્રીજી ટેસ્ટની સમાપ્તિ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે આજે એટલે કે 18મી ડિસેમ્બરે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. તેમજ આ ટેસ્ટ મેચ બાદ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં અશ્વિનની સાથે કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો. અશ્વિનની કારકિર્દી શાનદાર રહી છે. તેમજ તેણે ટેસ્ટમાં 537 વિકેટ લીધી છે. તેમજ 3,503 રન બનાવ્યા હતા. અશ્વિનનું જોરદાર પ્રદર્શન ODI અને T20માં જોવા મળ્યું છે. પરંતુ આ ભારતીય સ્ટાર હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે.
આ મારો છેલ્લો દિવસ છે
પોતાની નિવૃત્તિ અંગે અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ક્રિકેટર તરીકે આ મારો છેલ્લો દિવસ છે.” પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશ્વિન ભાવુક જોવા મળ્યો હતો. તેમજ તેની સાથે કેપ્ટન રોહિત પણ બેઠો હતો.
અશ્વિનની ટેસ્ટ કારકિર્દી આવી હતી
અશ્વિને ભારત માટે 106 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 3503 રન બનાવ્યા હતા. અશ્વિને ટેસ્ટમાં 6 સદી અને 14 અડધી સદી ફટકારી છે. તેમજ તેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 124 રન હતો. તેણે ઘણી વખત મુશ્કેલ સંજોગોમાં ભારત માટે મજબૂત પ્રદર્શન કર્યું છે. અશ્વિને બેટિંગની સાથે બોલિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી હતી. આ દરમિયાન તેણે 537 વિકેટ ઝડપી હતી. અશ્વિનનું ટેસ્ટ ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 59 રનમાં 7 વિકેટ છે.
અશ્વિને ODI-T20માં પણ શાનદાર પ્રદર્શન કર્યું –
અશ્વિને ભારત માટે 116 વનડે મેચ રમી છે. જેમાં 707 રન બનાવ્યા છે. આ સાથે 156 વિકેટ પણ લીધી છે. વનડે મેચમાં અશ્વિનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં 4 વિકેટ છે. ટીમ ઈન્ડિયાના સ્પિનર અશ્વિને ભારત માટે 65 T20 મેચ રમી છે. આ દરમિયાન 72 વિકેટ લીધી છે. તેણે આ ફોર્મેટની 19 ઇનિંગ્સમાં 184 રન બનાવ્યા છે.
રવિચંદ્રન અશ્વિનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આંકડા
તમને જણાવી દઈએ કે, રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 25.76ની એવરેજથી 3503 રન બનાવ્યા છે, જ્યારે 24ની એવરેજથી 537 વિકેટ લીધી છે. આ સિવાય અશ્વિને 116 ODI મેચમાં 86.96ના સ્ટ્રાઈક રેટથી 707 રન બનાવ્યા છે. એટલું જ નહીં આ ફોર્મેટમાં તેના નામે 156 વિકેટ છે.
65 T-20માં, શાનદાર ઓલરાઉન્ડરે 22.32ની એવરેજથી 72 વિકેટ લીધી છે, જ્યારે 115ની સ્ટ્રાઈક રેટથી તેના નામે 160 રન છે. રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોવા છતાં તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરતો જોઈ શકાય છે.