રાજ્યના ડીજીપી એ જૂનાગઢના જિલ્લા પોલીસ વડા તરીકે રવિ તેજા વાસમ શેટી ની બદલી કરી છે. આઇપીએસ ઓફિસર રવિ તેજા વાસામ શેટ્ટી અગાઉ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને જુનાગઢની નસ અને રગ થી માહિતગાર હોય ત્યારે રવિ તેજાની જૂનાગઢ ખાતે બદલી કરાતા પોલીસ બેડામાં પણ એક આનંદની લાગણી છવાઇ છે.
આઇપીએસ રવિ તેજા કડક અધિકારી તરીકે નામના ધરાવે છે, અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે તેમની માંગરોળ ખાતેની કડક કામગીરી ખુબ જ સરાહનીય રહેવા પામી હતી.