રવિવારે તા. ૨૩-૭-૧૭ ના દિવસે રવિ પુષ્પામૃત યોગ છે. આ યોગ સવારે ૯.૫૩ થી સોમવારથી સવારના ૬.૧૬ સુધી છે.
રવિ પુષ્પામૃત યોગ વર્ષમાં એક કે બે વાર આવતો હોવાથી આ યોગનું મહત્વ વધી જાય છે. ગ્રહોનો રાજા સૂર્ય અને નક્ષત્રોમાં ઉત્તમ નક્ષત્ર પુષ્પ આ બન્નેના સંયોગથી ઉત્તમ રવિપુષ્પામૃત યોગ બને છે.
પુષ્પ નક્ષત્રના ગુણધર્મો જોઇએ તો સારી બાબત અને શુભ કાર્યોમાં વધારો કરવો અને સૂર્ય એટલે કે તેજ‚પી બળ અને બન્નેનો સંયોગ રવિારે થવાનો છે.
આથી આ દિવસે જય પુજા પાઠ ઉપાસના કરવી શુભ રહેશે.
જે લોકોને સૂર્ય નબળો છે તેવોએ રવિ પુષ્પમૃત યોગના દિવસે સૂર્યના જપ કરવા આદિત્ય હ્રદયના પાઠ કરવા અને સૂર્યને અર્ક આપવાથી સૂર્યના બળમા વધારો થશે તે ઉપરાંત આ દિવસે કુળદેવી પુજન લક્ષ્મીજીનું પુજન કરવું ઉત્તમ રહેશે.
ખાસ કરીને જે લોકોને આર્થીક સમસ્યા છે તેવા લોકોએ આ દિવસે શ્રી શુકનના પાઠ કરવા લાભદાયક રહેશે.
જે લોકોએ અમાસનો અથવા ભારે તીથી નક્ષત્રમાં જન્મ છે તેવા લોકોએ રવિ પુષ્પામૃત યોગ ના દિવસે મહાદેવી ઉપર કાળા તલ અને ઘીથી પુજન કરવું ઉત્તમ રહેશે. પુજા ઉપાસના માહોરાનું મહત્વ વધારે છે. શુભહોરાના સમયની યાદી મુજબ સવારે ચંદ્રની હોરા ૯.૩૫ થી ૧૦.૪૧, બપોરે ગુ‚ની હોરા ૧૧.૪૭ થી ૧૨.૫૩, બપોરે શુક્રની હોરા ૩.૦૬ થી ૪.૧ બુધ સાંજે બુધની હોરા ૪.૧૨ થી ૫.૧૮, સાંજે ચંદ્રની હોરા ૫.૧૮ થી ૬.૨૪, સાંજે ગુરુની હોરા ૭.૩૦ થી ૮.૨૪ સાંજે પ્રદોષકાળ ૭.૩૩ થી ૮.૫૭
રવિ પુષ્પા મૃત યોગના દિવસે એવરત જીવરતનું વ્રત પણ હોવાથી આ બન્ને વ્રત પણ વધારે ફળદાયક રહેશે.