ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સહપ્રભારી સુધીર ગુપ્તા સહિતના આમંત્રીતો ઉ5સ્થિત રહેશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીના આડે હવે પાંચ મહિનાનો સમય ગાળો બાકી રહ્યો છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા 1પ0 થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પક્ષ દ્વારા અલગ અલગ સંગઠાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મંત્રી મંડળના તમામ સભ્યો અને ભાજપના ધારાસભ્યોને ગામડા ખુંદવા માટે આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યો છે.અલગ અલગ જિલ્લાના પ્રભારી મંત્રીઓને મુખ્યમંત્રી દ્વારા
ખાસ ટકોર કરવામાં આવી છે કે તેઓને જે જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે તે જિલ્લામાં સપ્તાહમાં ઓછામાં ઓછા એકવાર અવશ્ય મુલાકાત લેવી આ ઉપરાંત જિલ્લામાં સંગઠનાત્મક કાર્યક્રમોમાં પણ સામેલ થવા તાકીદ કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્યોને પણ પોતાના મત વિસ્તારમાં સક્રિય થઇ જવા માટે સુચના આપી દેવામાં આવી છે. ગામડાઓમાં પ્રભાત ફેરી રેલી સહિતના કાર્યક્રમો યોજી લોકો સાથેનું જોડાણ વધારવા જણાવવામાં આવ્યું છે. રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ લોકહિતકારી યોજનાઓ અંગેની માહીતી લોકો સુધી પહોચાડવા જણાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મંત્રી મંડળના તમામ સભ્યો અને ભાજપના ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરશે બીજી તરફ પ્રદેશ ભાજપ દ્વારા પણ હવે વિસ્તારોને અલગ અલગ વિધાનસભામાં મોકલવામાં આવશે.
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી ગમે ત્યારે આવે ભાજપ સપૂર્ણ પણે સજજ થઇ ગયું છે સરકાર અને સંગઠને પોતાનું તમામ ફોકસ હવે ચુંટણી પર કેન્દ્રીત કરી દીધું છે. મંત્રીઓને ગાંધીનગરમાં બેસી રહેવાના બદલે તેઓને પ્રભારી મંત્રી તરીકે ફાળવેલા જિલ્લાઓ ઉ5રાંત પોતાના વિસ્તારમાં પ્રવાસ વધારવા તાકીદ કરવામાં આવી છે.