સાયન્સ કોમર્સ અને ટેકનોલોજીમાં આગવુ સ્થાન ધરાવતી ૭૫ થી વધુ કંપનીઓમાં ૬૦૦ થી વધારે જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરાશે
રોજગારીની તકો વધે અને ખાસ તો ગ્રેજયુએકન પુરુ કર્યા બાદ વિઘાર્થીઓ ઉચ્ચ કક્ષાએ નોકરીની પ્રાપ્ત કરે તે માટે રાજકોટ મુંજકા ખાતે આવેલી હરિવંદના કોલેજમાં તા.ર૧ મે ૨૦૧૮ થી ત્રિ દિવસીય જોબ ઓપરચ્યુનીટી કાર્નિવલ-૨૦૧૮ શિર્ષક હેઠળ ખાસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેને લઇને હરીવંદના કોલેજના પ્રીન્સીપાલ ડો. સર્વેશ્ર્વરભાઇ ચૌહાણેએ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.
ડો. સરવેશ્ર્વરભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, આપ ભરતીમેળામાં સાયન્સ કોમર્સ અને ટેકનોલોજીમાં આગવું સ્થાન ધરાવતી ૭૫ કરતા વધુ કંપનીઓ અને શૈક્ષણિક સ્કુલના વિવિધ ૬૦૦ કરતાં વધારે જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરશે.
આ સમગ્ર આયોજન હરિવંદના કોલેજના ચેરમેન ડો. મહેશભાઇ ચૌહાણ અને યુવા કેમ્પસ ડાયરેકટર ડો. સરવેશ્ર્વરભાઇ ચૌહાણ હેઠળ ટીમ હરિવંદના દ્વારા કરવામાં આવ્યું છે.
હરિવંદના કોલેજ પોતાની સામાજીક જવાબદારીના ભાગ સ્વરુપે રોજગારીની તકો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર સુધી પહોચાડવાનો હેતું છે.
હરિવંદન કોલેજ દ્વારા અગાઉ પણ ભવ્ય ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૦ કરતા વધુ કંપની દ્વારા ૪પ૦ થી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
ઉપરાંત દર વર્ષે કોલેજના વિઘાર્થીઓ માટે કેમ્પસ પ્લે સમેન્ટમાં વિવિધ કંપનીઓ દ્વારા વિઘાર્થીઓનો પસંદગી કરવામાં આવી છે અને વિઘાર્થીઓના ઉજજઇ ભવિષ્ય માટે ટીમ હરીવંદના સંતત કાર્યકત છે. ભરતી મેળાની વધુ વિગત www.harivandanacollege.org/jobfair-2018 પર મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com