વિજયાદશમીના દિવસે રાજકોટ રેસકોર્ષ મેદાનમાં સાંજે ૭ વાગ્યે રાજયના સૌથી ઉંચા રાવણનું દહન કરવામાં આવ્યું. આ વર્ષે ગુજરાતનો સૌથી ઉંચા ૬૦ ફૂટના રાવણનું પુતળુ બનાવવામાં આવ્યું હતુ અને તેને બનાવવા કારીગરો ખાસ યુપીથી બોલાવવામાં આવ્યા હતા. રાવણની સાથે કુભકર્ણ અને મેઘનાથના ૩૦ ફૂટના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું. ભારે આતશબાજીનું પણ આયોજન કરાયું હતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન અને શસ્ત્રપૂજન કરી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી રાવણ દહન જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અને દહન સમયે જયશ્રી રામના નારા લગાવ્યા હતા.