આશુરી શક્તિનો નાશ દિવ્ય શક્તિના વિજયના પર્વની કરાશે ઉજવણી

વિજયાદશમીનું પર્વ એટલે આશુરી શક્તિનો નાશ અને દેવી શક્તિનો વિજય વિશ્ર્વ હિન્દુ પિરષદ – બજરંગદળ – દુર્ગાવાહીની દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષ્ાસદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી તા.0પ/10 ને બુધવારના રોજ રેસકોર્ષ મેદાનમાં સાંજે 7-00 કલાકે રાક્ષ્ાસોના પુતળાનું દહન કરાશે તથા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવશે. ઉપરાંત ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રો સજાવવામાં આવે છે. જયાં દરેક મુલાકાતીઓ શસ્ત્રનું પુજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આપણા બાળકો શસ્ત્ર પૂજનનું મહત્વ જાણે અને સમજે તે માટે આવું આગવું આયોજન કરવામાં આવે છે. જેનો પણ દર વખતે બહોળી સંખ્યામાં લોકો લાભ લ્યે છે.

હિન્દુ સંસ્કૃતિમાં વિજયાદશમીનું મહત્વ જોઈએ તો દિવાળીએ ભારતની વિશ્ર્વ કલ્યાણકારી સનાતન સંસ્કૃતિનો દિપપ્રાગટય તે પહેલા અશુરી શક્તિના નાશ માટે વિજયાદશમીના દિવસે રાક્ષ્ાસ દહન તથા શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરવાનું વિશેષ મહત્વ રહેલ છે. જે અંતર્ગત દર વર્ષે વિ.હિ.પ. – બજરંગદળ – દુર્ગાવાહીનીના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવે છે.

રાક્ષ્ાસના પૂતળા બનાવનાર કારીગરોને ખાસ યુ.પી. (આગ્રા) થી બોલાવવામાં આવે છે. આ ટીમ પુતળા બનાવવાની સ્પેશ્યાલીસ્ટ  છે આ લોકો રાત-દિવસ જહેમત ઉઠાવીને આ પૂતળાઓ તૈયાર કરે છે. વિ.હિ.પ. દ્વારા પણ વર્ષોથી તેમની સેવા લેવામાં આવે છે. સળગી ઉઠે તેવી સામગ્રીના ઉપયોગથી બધા જ પૂતળાઓ બનાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં બધા સહભાગી થાય તે માટે વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ્ા શાંતુભાઈ રૂપારેલીયા તથા કાર્યકારી અધ્યક્ષ્ા હસુભાઈ ચંદારાણા તથા કોષાધ્યક્ષ્ા વિનુભાઈ ટીલાવત દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેવુ પ્રચાર પ્રસાર વિભાગના   નિતેશભાઈ કથીરીયાની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.