સામાન્ય રીતે આપણા પ્રબુધ્ધો અને બુધ્ધિજીવી વર્ગના ભદ્રજનો એમ કહેતા હોય છે કે, ગમે તેવી કટ્ટર શત્રુતા હોય અને ધિકકારની તીવ્રમાં તીવ્ર લાગણી હોય તો પણ કોઈ પણ યુધ્ધ સારૂ નથી અને કોઈ સુલેહ સમાધાન નઠારૂ  કે ખરાબ નથી.. તો પણ આપણો દેશ દશાનન રાવણને માફ કરી શકયો નથી.

વિજયા દશમી-દશેરાનો અવસર દૈત્યોને હણનારી જગદંબા શકિતની જેમ શ્રી રામચંદ્રજીના હાથે અણાયો અને માનવજાત તેમજ સમગ્ર સમાજ તેમને નિર્દયરીતે રંજાડતા દૈત્યોથી મુકત બન્યો તેની ખુશાલી મનાવવાનો તથા જે જે હાથો વડે એમનો બધાનો સંહાર થયો એ સંહારક શકિતની સ્તુતિ વંદના કરવાનો છે.

આપણા શહેરીજનો અને રાજકારણીઓ ઉપરનો એ સચોટ વ્યંગ હોવાનો સમાજના એક વર્ગનો મત છે !

કોઈએ એવી ટકોર પણ કરી છે કે, ‘જયાં રામચંદ્રજી જીતે ત્યાં પૂલ બનાવાતા હોય છે અને તેને બંદર કહેવામાં આવે છે !

વિજયા દશમી -દશેરા આડે હવે ગણતરીના કલાકો છે, અર્થાત્ તે હાથ વેંતમાં છે !

આપણી માતૃભૂમિ અસુરો દૈત્યોથી મૂકત બને તેની ખુશાલી મીઠાઈ દ્વારા અને મુકત વાતાવરણ વચ્ચે, એટલે કે હોંશે હોંશે કરવામા આવે તે માનવસહજ પ્રક્રિયા છે.

અહીં આપણી માતૃભૂમિ પૂરેપૂરી પ્રસન્નતાપૂર્વક એવો પ્રતિભાવ આપે છે કે, હું (એટલે કે આખો ભારત દેશ બેહૂદા અભિમાન-અહંકારને અને તેની ઘેલછામાં નારીનું અપહરણ કરે અને તેને માનસિક રીતે સંતાપે એને કોઈ કાળે માફ કરતો નથી, અને તેને ઉચિત શિક્ષા કર્યા વિના છોડતો પણ નથી.

આપણી સંસ્કૃતિ તો એમ કહે છે કે, ‘યત્રનાર્યસ્તુ પૂજયતે,તત્ર રમન્તે દેવતા; (જયાં નારી પૂજાય છે, ત્યાં દેવતા (પરમેશ્ર્વર) વસે છે) અહીં તો સીતાજીનું કપટ અને છેતરપીંડી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતુ અને પોતે અજેય છે. તેવો ગર્વ કરીને કરવામાં આવ્યું હતુ.

આપણે ત્યાં કહેત છે કે, ‘ગર્વ કિયો સો નર હરિયો’

શ્રી રામે તો રાવણના વધ અને રાવણકુળની હાર બાદ જે કોઈ તેમના હાથે મર્યા હતા તેમને સજીવન કરવાની ઉદારતા બતાવી હતી.

પરંતુ, આપણો દેશ એના ભયાનક દુષ્કૃત્યોને અનુલક્ષીને એને માફ કરી શકતો નથી.

નારીના અપહરણ જેવા અપરાધનેતે માફ નહિ કરીને આજના દેશકાળમાં પણ એને દાખલારૂપ ગણાવે છે.

આપરા રાજનેતાઓ માટે પણ એ અનુકરણીય છે. દૈત્યો અસુરો માટે આ દેશમાં કોઈ સ્થાન નથી.

આની સાથે જે એક બહુ મહત્વની બાબત છે તે, રામરાજયમા પ્રાકૃતિક સૌન્દર્ય અને વનજંગલના પર્યાવરણની પૂર્ણ રક્ષાને પણ ટોચનું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતુ તે વાતને પણ નારીની સુરક્ષા જેટલું જ પ્રાધાન્ય અપાયુંહ તુ તે આપણા દેશે અનુસરવાનું છે.

સુંદરકાંડમાં તો વાલ્મીકીએ વૃક્ષોને પાંખો આપી દીધી છે, વૃને પક્ષીની જેમ ઉડતા દર્શાવ્યા છે ! સીતાજીની શોધમાં હનુમાનજી જયારે મહેન્દ્ર પર્વત પરથી છલાંગ મારે છે ત્યારે વાલ્મીકીએ કઠોર સાગના વૃક્ષોને હનુમાનની સાથે ઉડતા દર્શાવ્યા છે. વાલ્મીકીએ વૃક્ષોને હનુમાનની સાથે ઉડતા દર્શાવીને વનોની સર્વસહાયક દિસધ્ધ કરવાનો પ્રયત્ન છે. સુંદરકાંડના પ્રથમ સર્ગમાં કવિએ વર્ણવ્યું છે. હનુમાનજીની જાંધોનાં વેગથી ઉખડેલા સાગ તથા અન્ય શ્રેષ્ઠ વૃક્ષો તેમની પાછલ એવા પ્રકારે ચાલતા હતા જેવી રીતે રાજાની પાછળ તેમના સૈનિકો ચાલતા હોય, વૃક્ષને સૈનિકની ઉપમા આપીને માનવતા રક્ષક તરીકે દર્શાવ્યા છે વનો સૈનિકોની જેમ માનવજાતનું રક્ષણ જ કરે છે. સુંદરકાંડમાં આનુ આબેહૂબ વર્ણન છે.

એનો ઉપસંહાર એ છે કે, કુદરતી સૌન્દર્ય, કુદરતજન્ય પર્યાવરણ અને ઐશ્ર્વરી સમૃધ્ધિ માનવીનાં હૃદય-મન ઉપર દિવ્યોત્તમ અસર કર છે. અને એને કુવિચારોથી દૂર રાખે છે એ દૈત્યોને પેદા થતા રોકી શકે છે. અને આસુરી વિચારો અટકાવે છે.

આ બધુ છતાં આપણી પ્રણાલીગત ગતિવિધિઓ અને ક્રિયા પ્રક્રિયાઓને આપણે હિંસક ન બનવા દઈએ, એ બધી ઘટનાઓને ધાર્મિક સ્વરૂપમાં જ રાખીએ, યુધ્ધને બદલે સમાધાનના માર્ગને જ પોષીએ એ વધુ ઉચિત લેખાશે.

વિજયાદશમી-દશેરાને આપણે દેશની એકતા સુદ્દઢ કરવાનાં પર્વ તરીકે ઉજવીએ અને સંહારકશકિત તેમજ શિવશકિત સમયાનુંસાર વિકસાવીએ આજના દેશકાળને અનુરૂપ બનાવીએ તેમજ શ્રી રામનો અને જગદંબા શકિતનો જયજયકાર કરીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.