દિવ્યાંગ અને અનાથ બાળકો બનશે મહેમાન: કલબના સભ્યો અબતકની મુલાકાતે
ફ્રેન્ડઝ કલબ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેમીલી અર્વાચીન રાસોત્સવ-૨૦૧૭નું કેવલ રાઠોડ પ્રસ્તુત મ્યુઝીક ગોલ્ડનાં સંગાથે આર્શિવાદ પાટી પ્લોટ, કાલાવડ રોડ, કોસ્મોપ્લસ સીનેમાની બાજુમાં રાજકોટ ખાતે નવ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ અને અનાથ બાળકો મહેમાન બનશે.આ કાર્યક્રમનું ઉદધાટન અનુપમસિંહ ગેહેલોત (રાજકોટ શહેર પોલીસ કમિશ્નર) ના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેવલ રાઠોડ પ્રસ્તુત ઓરકેસ્ટ્રા મ્યુઝીક ગોલ્ડ રાજકોટની જનતાને ગરબે રમાડશે. આ સમગ્ર આયોજન ની:શુલ્ક છે. નવરાત્રી દરમ્યાન આ સંસ્થા સાથે જોડાયેલા દિવ્યાંગ બાળકો, ઝુપડપટ્ટીની બાળાઓ પણ રાસોત્સવમા જોડાશે. આ સંસ્થાએ આ બાળકો અને બાળાઓ માટે સ્પેશ્યલ ગીફટ અને નાસ્તાની પણ વ્યવસ્થા કરેલ છે. આજના સમયમાં જયારે સામાન્ય લોકો ફી ચુકવી પોતાના બાળકોને ગરબી રાસોત્સવમાં મોકલતા હોય છે.આ દિવ્યાંગ અને અનાથ તેમજ ઝુપડપટ્ટીના બાળકોને આ તહેવારનો આનંદ મળી રહેશે અને આ બાળકો પોતાના ચહેરા પર ખુશી લાવવાની કોશીષ કરશે.આ કાર્યકમને સફળ બનાવવા માટે ફ્રેન્ડઝ કલબના ચેરમેન કિરણબેન માકડીયા, વાસઇ ચેરમેન જયેશભાઇ કતીરા, પ્રમુખ વજુભાઇ ગઢવી, મહીલા પ્રમુખ દક્ષાબેન વસાણી, મંત્રી વિપુલભાઇ રાઠોડ, ઉપપ્રમુખ સંદીપભાઇ પારેખ, ડો. કેતનભાઇ ત્રાંબલીયા તથા કમીટી મેમ્બર વિપુલભાઇ હીરાણી, મનીષાબેન, દિપ્તીબેન, કિરણબેન ખખ્ખર, હીતેનભાઇ, હીનાબેન પોપટ વિગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.