યુવા ટીમને ચૂંટણી માટે તૈયાર રહેવા આડકતરી તાકીદ: ટૂંકમાં નવા કાર્યક્રમોની વણઝાર

ગુજરાત પ્રદેશ યુવા ભાજપની આજે બપોરે 1 કલાકે એક બેઠક મળી હતી. જેમાં પક્ષના આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાંઆવી હતી. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે યુવા મતદારોને આકર્ષવા માટે યુવા ભાજપ દ્વારા આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે જે અંગે આજની બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

આજે બપોરે 1 કલાકે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રીકમલમ ખાતે પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટના અધ્યક્ષ સ્થાને તથા સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા આ ઉપરાંત યુવા મોરચાના પ્રભારી પ્રદેશ મંત્રી પંકજભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં યુવા મોરચાની ટીમ, પ્રદેશ યુવા મોરચાના સેલના ક્ધવીનર, જિલ્લાના પ્રભારી તથા જિલ્લાના પ્રમુખ પણ ઉપસ્થિત રહેશે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મહિનાઓ જ બાકી રહ્યા છે.ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ સંપૂર્ણ પણે ઈલેકશન મોડમાં આવી ગયું છે. કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર કરવા દિવાળી બાદ ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગરોમાં સ્નેહમિલન યોજવામાં આવ્યા હતા દલીત મતદારોને આકર્ષવા માટે સંવિધાન યાત્રા પણ યોજાઈ રહી છે.

આજે પ્રદેશ યુવા ભાજપની બેઠકમાં યુવા મતદારોને આર્કષવા માટે અલગ અલગ કાર્યક્રમો આપવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. કેન્દ્ર તથા રાજય સરકારની લોકહિતકારી યોજનાઓને લોકો સુધી પહોચાડવા પણ યુવા ટીમને હાકલ કરવામાં આવી હતી આગામી દિવસોમાં યુવા ભાજપ દ્વારા કેટલાક કાર્યક્રમો આપવામાં આવે તેવી પણ સંભાવના જણાય રહી છે. આજની બેઠકમાં યુવા ભાજપના હોદેદારોને સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.