કોરોનાની વૈશ્વીક મહામારીના સમયમાં ગુજરાતનો કોઈપણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે તેની ચિંતા રાજ્ય સરકારે કરીને સતત ત્રીજા મહિને પણ ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી વિનામૂલ્યે અનાજનો પુરવઠો પહોંચાડયો છે.
રાજ્ય સરકારની ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી અનાજ પુરવઠો પહોંચાડવાની કટીબધ્ધતા અન્વયે રાજકોટ જિલ્લામાં પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન જરૂરીયાતમંદ ગરીબ અને મધ્યમવર્ગના લાભાર્થીઓ સુધી વિનામૂલ્યે અનાજ પહોંચાડવામાં આવ્યું હતુ. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં જૂન માસ દરમિયાન રાજકોટ જિલ્લામાં તા. ૧૫ મી જૂનથી વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના પ્રથમ બે દિવસ દરમિયાન ૬૦ હજારથી વધુ NFSA, PMGKAY અને NON NFSA BPL રાશનકાર્ડ ધારકોને રાશન આપવામાં આવ્યું છે.
જેમાં રાજકોટ શહેરમાં ઝોનલ ૧ મા ૧૨,૭૮૦, ઝોનલ ૨ મા ૧૩,૨૩૬, ઝોનલ 3 મા ૭,૮૬૭ અને ઝોનલ ૪ મા ૧૧,૩૧૭ મળી કુલ ૪૫,૨૦૦ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાના તાલુકાઓ પૈકી રાજકોટના ૧૮,૯૭૭, લોધીકાના ૭,૯૧૮, કોટડા સાંગાણીના ૧૪,૨૩૫, ગોંડલના ૩૬,૫૯૨, જેતપુરના ૩૨,૯૪૭, જામકંડરોણાના ૭,૯૧૮, ધોરાજીના ૨૩,૫૧૫, પડધરીના ૧૨,૧૯૭, ઉપલેટાના ૨૪,૮૪૧, જસદણના ૨૫,૮૫૩, વિંછીયાના ૨૧,૪૩૯ મળી કુલ ૨,૨૫,૯૦૮ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ છે. આમ કુલ ૬૦૩૫૭ જેટલા રાશકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પૂજા બાવડાની યાદીમાં જણાવાયું છે.