કોરોના લોકડાઉનના પગલે બધાને મુશ્કેલી પડી ત્યારે કર્મકાંડ કરતા ભૂદેવોને તેના દૈનિક આવકમાં મોટી તકલીફ પડતાં કર્મકાંડી ભૂદેવ સંગઠન દ્વારા સૌ સભ્યો જ ભેગા થઇને જરૂરિયાત મંદોને મદદ કરવાનો ‘સેવાયજ્ઞ’ યોજવામાં આવેલ હતો. બે તબકકામાં યોજાયેલા રાશન કીટ, રોકડ રકમની સહાય પ્રોજેકટમાં ર૦૦ થી વધુ કર્મકાંડીને આવરી લેવાયા હતા.
પ્રથમ વિતરણમાં શાસ્ત્રી હિરેન ત્રિવેદીના સહયોગથી વિતરણ કરાયું જેમાં રાશન કીટને રોકડ રકમ અપાય હતી. બીજા તબકકામાં ૧૦૦ થી વધુ કર્મકાંડ કરતા ભૂદેવોને આવરી લઇને સહમાય વિતરણ કરવામાં આવી હતી. આ સેવાયજ્ઞ કર્મકાંડ કરતાં તમામ ભૂદેવોના સહયોગથી પ્રોજેકટ સંપન્ન કરાયો હતો.
સમગ્ર આયોજનમાં કર્મકાંડી ભૂદેવ સંગઠના અઘ્યક્ષ હિરેન ત્રિવેદી, ઉપાઘ્યક્ષ કમલેશ ત્રિવેદી, હિરેન જોશી ક્ધવીનર જયેશ પંડયા તથા ટ્રેઝરર વિજયભાઇ ગુરૂજી માલસર વાળાની મહેનતથી પ્રોજેકટ સંપન્ન કરાયો હતો.
રાજકોટમાં રહેતા કમકાંડના ભૂદેવોને ર૦૦ થી વધુ રાશન કીટ ત્થા રોકડ સહાય અપાય હતી. લોકડાઉનમાં કોઇ ધર્મકાર્ય થતુઁ ન હોવાથી આ કાર્ય કરતાં ભૂદેવોને માસિક આયોજનમાં આવક ન મળવાથી મુશ્કેલી પડી હતી અને તેથી કર્મકાંડી ભૂદેવ સંગટન દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.
સમગ્ર આયોજનમાં ગોપાલભાઇ જાની, વિપુલ પંડયા, પ્રજ્ઞેશભાઇ ત્રિવેદી, પ્રવિણ ભોગાયતા, ભાવિન રાવલ તથા જગદીશભાઇ કનૈયાએ જહેમત ઉઠાવીને પ્રોજેકટ સંપન્ન કર્યો હતો. હવે સરકારશ્રી એ લગ્નની છૂટ આપતા કર્મકાંડી ભૂદેવોને કામ મળી રહેશે તેવો આશાવાદ ભૂદેવોમાં છે. આ સંગઠને કલેકટરશ્રીને રજુઆત કરીને સવારે ૮ થી ૪ ઘેર જઇને ધર્મકાર્ય કરવા માટે જણાવેલ છે.