અબતક – નવી દિલ્હી
કોરોના વેકસીન અંગે સરકાર જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. છતાં વેકસીન ન લેનાર લોકો તંત્ર માટે માથાનો દુખાવો બની ગયા છે મધ્યપ્રદેશ સરકારે આ સમસ્યા નિવારવા મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સરકારે વેકસીન લેનારાઓને જ રાશનનો જથ્થો આપવાનો નિયમ બનાવ્યો છે.
કોરોના સામેની લડાઈમાં વેક્સીનેશનનુ મહત્વ ગણુ વધી ગયુ છે.કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સીનનો વ્યાપ વધારવાની જરુર છે ત્યારે મધ્યપ્રદેશે કોરોના વેક્સીન નહીં લગાવનારાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.
સરકારે આદેશ કર્યો છે કે, રાજ્યમાં રેશનિંગનુ અનાજ એ જ લોકોને અપાશે જે રસી લઈ ચુકયા છે.વેક્સીન વગર અનાજ નહીં આપવામાં આવે.આ નિર્ણય ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે.જેથી જે લોકોએ રસી નથી મુકાવી તેમને સમય મળી રહે.
2.5 કરોડ લોકોએ હજુ સુધી વેકસીનનો ડોઝ લીધો ન હોય, સરકારે લીધો આકરો નિર્ણય’
સરકાર દ્વારા વેક્સીન લેવા માટે જન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે.દરમિયાન સરકારે અનાજ નહીં આપવાની જાહેરાત કર્યા બાદ તેની અસર દેખાવાની શરુ થઈ ગઈ છે.લોકો રસી લેવા માટે હેલ્થ સેન્ટરો પર પહોંચી રહ્યા છે. મધ્યપ્રદેશમાં 1.15 કરોડ પરિવારોને 4.90 કરોડ લોકો રેશનિંગની દુકાનોમાંથી અનાજ ખરીદે છે.બીજી તરફ 2.5 કરોડ લોકો એવા છે જેમણે હજી સુધી વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી.