શહેર-જિલ્લાનાં ૧૨૫થી વધુ સસ્તા અનાજનાં દુકાનદારોને નોટિસ ફટકારાયા બાદ ગળે ન ઉતરે તેવા ખુલાસા રજૂ કર્યા: તોળાતા આકરા પગલા
આધારકાર્ડ સો રેશનકાર્ડના જોડાણ મામલે ચાર માસ સુધી રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી છૂટછાટનો ગેરફાયદો લઈ રાજકોટ શહેર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ બેફામ મેન્યુઅલી વિતરણ કરી નાખતા આ મામલે ફટકારાયેલી નોટિસ બાદ સસ્તા અનાજના દુકાનદારોએ રેશનકાર્ડ ધારકોના અંગુઠા ઘસાઈ ગયા છે ! આધારકાર્ડ મિસ મેચ છે, આધારકાર્ડ ફેઈલ ઈ ગયું છે. જેવા ગળે ન ઉતરે તેવા ખુલાસા રજૂ કરતા પુરવઠા અધિકારી દ્વારા આકરા પગલા લેવા નિર્દેશો આપ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકાર દ્વારા ફોટો ફિંગરપ્રિન્ટ વાળા ૧૨ કોડેડ રેશનકાર્ડ સો આધારકાર્ડનું ફરજિયાત જોડાણ કરવા આદેશ આપ્યો છે. જેમાં જૂન માસ સુધી છૂટછાટ આપવામાં આવી છે અને નવી આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસમાં ટેકનીકલ કારણોસર કેટલાક કિસ્સામાં અંગુઠા ન આવતા હોય તો અનાજ કેરોસીનનું મેન્યુઅલી વેંચાણ કરી અ અને બ રજિસ્ટર નિભાવી નોંધ કરવા સુચના આપવામાં આવી હતી.
પરંતુ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આ છૂટછાટનો ગેરલાભ લઈ મોટાપાયે મેન્યુઅલી વેંચાણ કરતા ગાંધીનગરી આવા સસ્તા અનાજના દુકાનદારોને ખુલાસા પુછવા આદેશ અપાયો હતો. જેને પગલે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા શહેરના ૧૦૦થી વધુ અને જિલ્લાના ૨૦ થી ૨૫ જેટલા મેન્યુઅલી વધુ વેંચાણ કરનાર સસ્તા અનાજના દુકાનદારોને નોટિસ ફટકારી ખુલાસા પુછવામાં આવ્યા હતા.
વધુમાં આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી જોશીએ જણાવ્યું હતું કે, નોટિસો બાદ સસ્તા અનાજના વેપારીઓ દ્વારા ખુલાસા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં અનેક વેપારીઓએ રેશનકાર્ડ ધારકોના અંગુઠા ઘસાઈ ગયા હોવાનું જણાવી અંગુઠો આવતો ન હોવાથી મેન્યુઅલ વેંચાણ કર્યું હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો છે. તો જેતપુર તાલુકામાં શ્રમિકો બ્લીચીંગ પાવડરી હા ધોતા હોય અંગુઠાની છાપ ન આવતી હોવાનું ખુલાસામાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મોટાભાગના
સસ્તા અનાજના વેપારીઓએ આધારકાર્ડ મિસ મેચ હોવાનું, આધારકાર્ડ ફેઈલ ઈ ગયેલ હોવાના બહાના રજૂ કર્યા છે.
જો કે આ મામલે પુરવઠા તંત્ર આકડા મુડમાં છે અને જરૂરૂર જણાયે જે જે રેશનકાર્ડને મેન્યુઅલી વેંચાણ યું હોય તેની ક્રોસ તપાસ તેમજ જરૂર પડયે નિવેદન લેવા પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી જોષીએ અંતમાં જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com