રથયાત્રાના રૂટ પર સવારે 8 થી 11 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરાયો : 2 એ.સી.પી., 5 પી.આઇ. 16 પી.એસ.આઇ. સહિત 400 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે

રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અને પોલીસ વચ્ચે યોજાયેલી બેઠકમાં કોરોના સંક્રમિત ન થાય તેની તકેદારી રાખવા થઇ ચર્ચા

રથયાત્રાના રથનું શૃંગાર અને શણગાર પોલીસ દ્વારા કરવામાં આવશે : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

શહેરમાં અષાડીબીજ નિમિતે તા.12 જુલાઇએ નીકળનાર રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઇ હતી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારની ગાઇડ લાઇન  મુજબ અષાઢી બીજને દિવસે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન રથયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રા દરમિયાન બે એસીપી, 5 પી.આઇ., 16 પી.એસ.આઇ. સહિત 400 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે.

આગામી તા.12/07/2021 ના રોજ  શહેરમાં ભગવાન જગન્નાથ પ્રભુની રચાયાત્રાની ઉજવણી થનાર છે. હાલમાં કોરોના વાયરસ સંદર્ભે સંક્રમણ ફેલાય નહીં તે માટે સરકાર દ્વારા ધાર્મિક પર્વ દરમ્યાન કોરોના વાયરસ વધુ ફેલાતો અટકે તે માટે તમામ તકેદારીના પગલાઓ જાહેર જનતા માટે લેવામા આવેલા છે. અષાઢી બીજનો ધાર્મીક પર્વ હોય જે દિવસે કોરોના વાયરસ વધુ ફેલાતો અટકે અને જાહેર જનતા સ્વસ્થ અને સુરક્ષીત રહે તેવા શુભ હેતુથી સરકાર દ્વારા અષાઢી બીજ નીમીતે શહેર વિસ્તારમાં રથયાત્રા કાઢવાની શરતોને આધીન મંજુરી આપવામા આવી છે.

અષાઢીબીજ ના રોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા માર્ગદર્શીકા મુજબ  શહેર ખાતે ભગવાન જય જગન્નાથજી મંદીર ખાતેથી 14મી રથયાત્રાનુ આયોજન થનાર છે જે આયોજન પુર્વે ભગવાન જગન્નાથ મંદીરના મહંત ત્યાગી મનમોહન દાસ (ગુરૂ રામકિશોર દાસજી) તથા મંદીરના અન્ય ટ્રસ્ટીઓ, સંચલાકો સાથે પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી. અષાઢી બીજના દિવસે નીકળનાર રથયાત્રા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

હાલમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી હોય જેથી ભકતો સ્વસ્થ અને સુરક્ષીત રહે તેવા શુભ હેતુથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવા નકકી કરવામાં આવેલું  રથયાત્રાના આયોજકોએ રથયાત્રા માટે  ટુંકો રૂટ નકકી કરવો રથયાત્રા, શોભાયાત્રાના નકકી કરેલ માર્ગ ઉપર મહતમ પાંચ સંખ્યાના રથ/વાહનો સાથે નીકળવાનુ પરંતુ અખાડા,ટ્રક,હાથી,ભજન મંડળી,બેન્ડ વિગેરે રથયાત્રામાં ભાગ લેવો નહીં રથયાત્રા દરમ્યાન યાંત્રિક વાહનો ઉપર અથવા યાંત્રિક/ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવે છે.

જેથી સ્થાનીક પીરીસ્થતી અને જરૂરીયાતને ધ્યાને રાખી રથયાત્રામાં ભાગ લેનાર ખલાસીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવાની જેમાં કોઇ પણ સંજોગોમાં આ સંખ્યા 60 થી વધુ રાખવી નહીં તેમજ રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદીર કે ટ્રસ્ટ ના હોદેદારો/સંચાલકો અને પુજા વીધીમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના 48 કલાક પહેલા કરાવેલ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ નેગેટીવ હશે તેઓજ રથયાત્રા/શોભાયાત્રા માં સામેલ થઇ શકશે અને સામેલ થનાર તમામે કોવીંડ-19 વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇશે.

તેમજ રથયાત્રાના પ્રસ્થાન અગાઉ તથા પુરાગમન બાદ કરવામાં આવતી ધાર્મિક વિધિમાં, રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નકકી કરવામાં આવેલીસંખ્યા કરતા વધારે લોકો એકત્ર ન થાય તે અંગે આયોજકોએ કાળજી રાખવાની રહેશે તેમજ રથયાત્રા દરમ્યાન રથયાત્રામાં સામેલ રથ /વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવાનુ રહેશે તેમજ કોવીડ-19 ના સંક્રમણને ધ્યાને લેતા રથયાત્રા /શોભાયાત્રા દરમ્યાન માર્ગ ઉપર પ્રસાદ વિતરણ થઇ શકશે નહીં તેમજ રથયાત્રા ના સમગ્ર રૂટ પર આગમન થી બે કલાક પહેલા અને આગમનના બે

કલાક બાદ સુધી કરફ્યુ અમલમાં રહેશે તેમજ તમામે કેસ કવર, માસ્ક અને શોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવેલ જેમાં મંદિરના મહંત તથા અન્ય આગેવાનો ઓએ તમામ માર્ગદર્શીકાનું પાલન કરવા ખાતરી આપી સહમત થયેલ તેમજ સદરહુ ઉપરોકત તમામ મુદાઓ બાબતે  શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે જેમાં  શહેર પોલીસ દ્વારા જરૂરી યોગ્ય બંદોબસ્ત જાળવી તે અંગે ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તેમ પોલીસ અને ટ્રસ્ટીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો છે. આ સમયગાળા દરમ્યાન રૂટ વિસ્તારના વેપારીઓએ પોતાની દુકાનો ખોલવી નહીં તેમજ રૂટ વિસ્તારના રહેવાશીઓએ પોતાના ઘરની બહાર નીકળવુ નહી કે અન્ય લોકોને પોતાના ઘરે એકઠા કરવા નહી તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રમાં જાહેર જનતાએ ભાગ લેવાનો રહેશે નહીં જેનુ  જાહેર જનતાએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તેમજ પવિત્ર અષાઢી બીજના દિવસે લોકો દ્વારા ભગવાનના દર્શન અર્થે મંદિરોમાં દર્શન માટે જતા હોય છે જે સમયે  ભગવાનશ્રી જગન્નથાજી ની રથયાત્રાના દર્શન જે જાહેર જનતા માટે રથયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર ખાતે રાખવામાં આવેલ છે જે દરમ્યાન પોતાની નૈતીક ફરજ સમજી અને દર્શનાર્થીઓ એ સરકારશ્રી ની સુચનાઓ તથા  શહેર પોલીસ કમિશ્નાર  દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ ધાર્મીક સ્થાનો /મંદિરો ના સંચાલકોએ દરેક પ્રવેશદ્વાર ઉપર ફરજીયાત હાથની સ્વચ્છતા માટે સેનેટાઇઝર અને થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવાની રહેશે તેમજ દર્શન માટે આવેલ ભકતો કે જેઓએ ચહેરાને ઢાંકેલ /માસ્ક પહેરેલ હોય તેઓનેજ  પ્રવેશ આપવાનો રહેશે.

મંદિરમાં ભીડ થાય નહીં તે માટે તબકકાવારજ મંદીરમાં પ્રવેશ આપી સોશ્યલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ મંદીરમાં પ્રવેશ સમયે મંદિરની બહાર એક જગ્યાએ દર્શનાર્થીઓ પોતાના શુઝ પગરખાઓ કાઢી મુકતા હોય છે જયા પણ ભીડ થવાની પુરી શકયતા હોય જેથી કરી શુઝ પગરખાઓ જે દર્શનાર્થીઓએ પોતાના વાહનો પાસે કે વાહનોમાં રાખવાના રહેશે સામુહિક પગરખા રાખવાની વ્યવસ્થાપર પ્રતિબંધ રાખવાનો રહેશે તેમજ સંચાલકોએ દર્શન માટે આવતા દર્શનાર્થીઓ જેઓની એન્ટ્રી તથા એકઝીટ અલગ અલગ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

દર્શન માટે આવતા દર્શનાર્થીઓ ભગવાનની મુર્તી તથા પવિત્ર પુસ્તકો ને સ્પર્શ કરવાનો રહેશે નહીં અને જે તમામ વ્યવસ્થા મદીર ધાર્મીક સંસ્થાઓ ના સંચાલકોએ કરવાની રહેશે અને સરકાર ના નિયમો તથા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા ક્યાં રૂટ પર ફરશે

રાજકોટ શહેર ખાતે 14 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા  શહેરમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી કલાક 08/00 વાગ્યે પ્રસ્થાન થઇ મોકાજી સર્કલ, વાછડા દાદાના મંદીર, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, સયાજી હોટલ પહેલા રાજહંસ પર્ટપ્લોટ બોર્ડ મારેલ શેરીમાં જમણી તરફથી ટી.આર.પી. પાર્ટીપ્લોટ ચોકથી, દિપવન પાર્ક ચોકી, સાયબાબા પાર્ક મેઇન રોડ થી નાનામવા રોડ તરફ સાગર મકાનથી શિવાના મકાનથી આગળ નાનામવા મેઇન રોડ થી શાસ્ત્રીનગર ગેઇટ પાસેથી અલય ટવીન ટાવરથી એકયુરેટ મોટર થી ડાબી તરફ ગોવિંદ પાર્ક શેરી નં-1 હરીદર્શન મકાન તરફથી ગોવિંદપાર્ક શેરી નં-ર થી ગોવિંદપાર્ક શેરી નં-3 થી આગળ શ્રી ખોડિયાર મંદિર કૈલાશઘામ આશ્રમ નાનામવા ગામ સુધીનો રૂટ નક્કી કરવામાં આવેલ છે જે રૂટ દરમ્યાન ઉપરોકત રૂટમાં સવારના 08/00 થી કલાક 11/00 સુધી ઉપરોકત રથયાત્રાના સમગ્ર રૂટમાં આવતા વિસ્તારમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય રથનો શણગાર શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે. તેમ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.