Table of Contents

રાજકોટમાં જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીની 14મી નગરચર્યાને વધાવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ: છત પર ચડીને નંદકુંવરની નગરયાત્રાને ફૂલોથી વધાવી

‘અબતક’ ચેનલના માઘ્યમથી નંદકુંવરની 14મી નગરચર્યાના લાઇવ દર્શન કરીને ભાવિકો ભાવવિભોેર  બન્યા

આજે અષાઢ સુદ બીજ એટલે અષાઢી બીજનું પાવન પર્વ છે. ભગવાન જગન્નાથજીનું મૂળ મંદિર ઓરિસ્સા ખાતે આવેલું છે, ત્યાંથી ઈ.સ. 1907માં પ્રથમ વખત ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બહેન શુભદ્રા સાથે નગરચર્યા કરવા નીકળે છે તેની રથયાત્રાનું ભાવિકો દ્વારા ભાવપૂર્ણ પ્રસ્થાન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતુ. ત્યારથી આ રથયાત્રાનું વિશેષ મહત્વ છે. ગુજરાતમાં અમદાવાદમાં આજે 144મી રથયાત્રા અને સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે આજે 14મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતુ. સમગ્ર વિશ્ર્વ જયારે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે રથયાત્રામાં બે વર્ષ બાદ ભાવિકોએ જોડાઈને ધન્યતા અનુભવી હતી.

રાજકોટમાં આજે સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વાજતે-ગાજતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રા પ્રસ્થાનના પ્રારંભ પૂર્વે સવારે ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને શુભદ્રાજીની આરતી કરવામાં આવી હતી. આરતીમાં યુવરાજ માંધાતાસિંહ, મેયર પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

rathyatra 4

જય જગન્નાથજીના જયઘોષ સાથે ગુંજતી રાજકોટની આ 14મી રથયાત્રામાં આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર 60 ખલાસીઓને જ મંજૂરી આપવામા આવી હતી. તેમજ ભગવાન જગન્નાથજીની નગરયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 450 જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની આગેવાની હેઠળ બે એસ.પી.પાંચ પી.આઈ, 16 પીએસઆઈ સહિતનો સ્ટાફ સતત ખડેપગે રહ્યો હતો.

આજે સવારે 8 વાગ્યાથી નાનામવા ખાતેનાં ખોડીયાર આશ્રમથી કૈલાસધામથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ તથા મોકાજી સર્કલ, વચ્છરાજદાદાના મંદિર, વૃંદાવન સોસાયટી મેઈનરોડ, હંસરાજ પાર્ટી પ્લોટ, ટી.આર.પી પાર્ટી પ્લોટ, ચોકથી લઈને દિપવન પાર્ક ચોક, સાંઈબાબા પાર્ક મેઈનરોડથી શાસ્ત્રીનગર અલય ટવીન ટાવર થઈ એકયુરેટ મોટરતી ગોવિંદ પાર્કથી મંદિર પરત ફરશે. રથયાત્રા દરમિયાન ત્રણ કલાક સુધી કરફયું લાદવામાં આવ્યો છે. ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લાઈવ દર્શન માટે ‘અબતક’ ચેનલના માધ્યમ દ્વારા જોડાઈને ભકતજનોએ ધન્યતા અનુભવી હતી.

rathyatra 2 1

રથયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત:450 પોલીસ જવાનોનો કાફલો ખડેપગે

  • આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિતે રાજકોટમાં 14મી રથયાત્રાનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.
  • બે વર્ષ બાદ કરાયેલા આયોજન દરમિયાન શહેરના જે વિસ્તારમાં રથયાત્રા નીકળી હતી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 4પ0 પોલીસ જવાનોનો કાફલો તહેનાત કરવામાઁ આવ્યો હતો.
  • પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની આગેવાની હેઠળ સઘન બંદોબસ્ત સાથેબે કી.મી. યાત્રાના રૂટમાં રથયાત્રા કરવામાં આવી હતી.
  • કરફયુના કારણે ભાવિકોએ જે તે વિસ્તારમાંથી રથયાત્રાનું પ્રસ્થાન થયું ત્યારે આગાશી પર ચડીને પણ ફૂલોનો વરસાદ કરીને દર્શનનો લાભ લીધો હતો.

નંદકુંવરની નગરચર્યામાં મહાનુભાવો અને ભાજપ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ

rathyatra 3

  • આજે અષાઢીબીજના પાવન પર્વે બે વર્ષ બાદ નગરજનોની આતુરતાનો અંત આવ્યો હતો.
  • ત્યારે રાજકોટની આ 14મી રથયાત્રામાં યુવરાજ માંધાતા સિંહ, મેયર પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સહિતના મહાનુભાવો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહીને જગન્નોત્સવને રંગે ચંગ વધાવ્યો હતો.
  • જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરીને દર્શન માટે ખૂલ્લી મૂકવામાં આવશે. આવર્ષે કોરાનાની ગાઈડલાઈનને અનુસરીને માત્ર 60 ખળાસીઓને જ મંજૂરી આપવામાં આવી હતી.
  • આ તકેપ્રદેશ ભાજપ અગ્રણી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતુ કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને અષાઢીબીજના પાવન પર્વે સમગ્ર વિશ્વને કોરોનામાંથી મૂકત મળે, વરસાદ સારો થાય એ જપ્રાર્થના છે.

રથયાત્રામાં ડી.જે.ની મંજૂરી નહીં, માત્ર ઢોલનાદ, અને સંગીતમય તાલમાં રથયાત્રાનું ભાવપૂર્ણ પ્રસ્થાન: બે વર્ષ બાદ કરાયેલા રથયાત્રાના આયોજન સાથે ભાવિકોની આતુરતાનો અંત આવ્યો

શહેરમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઇ: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

vlcsnap 2021 07 12 13h56m36s755

અષાઢીબીજના ધાર્મીક પર્વના દિવસે કોરોના વાયરસ વધુ  ફેલાતો અટકે અને જાહેર જનતા સ્વસ્થ અને સુરક્ષીત રહી ધાર્મીક ઉજવણી કરે તેવા શુભ હેતુથી સરકાર દ્વારા અષાઢી બીજ નિમીત શહેર વિસ્તારમા: રથયાત્રા કાઢવાની શરતોને આધીન મંજુરી આપવામા આવી હતી. શહેર પોલીસ  અધિકારીઓ દ્વારા શહેરના ભગવાન જગન્નાથજી મંદીરના મહંત ત્યાગી મનમોહન દાસ (ગુરુ રામકિશોર દાસજી) તથા મંદીરના અન્ય ટ્રસ્ટીઓ, સંચાલકો સાથે મીટીં યોજવામાં આવેલી જેમાં અષાઢીબીજ ના દિવસે નીકળનાર રથયાત્રા બાબતે ચર્ચા વિચારણા કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં મહંત તથા ટ્રસ્ટીઓ પણ સહતમત થયા હતા. અષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન ભગવાન જગન્નાથજીને શૃંગાર-શણગાર શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ શહેર પોલસ કમિશ્નર મનોજ અગ્રવાલે ભગવાન જગન્નાથજીની પુજા વિધીનો લાભ મેળવી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવેલ હતા. તેમજ મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ સ્વસ્થ અને સુરક્ષીત રહે તે માટે શહેર પોલીસ  દ્વારા ભકતોને માસ્કનું પણ વીતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટનું ભાવિ ઉજળુ બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના: મ્યુ.કમિશનર અમિત અરોરા

vlcsnap 2021 07 12 13h57m09s275

અબતક સાથેની વાતચીત દરમિયાન મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતુ કે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાક સવારે 8.30 વાગ્યે નીકળી હતી. નીરધારીત રૂટ પ્રમાણે રથયાત્રા નીકળી હતી. મહાપાલિકા દ્વારા અગાઉથી આ રૂટ માટે રસ્તા પર મરમતની જરૂરત સફાઈની જરૂરત હતી તે અગાઉથી કરી આપવામાં આવ્યું હતુ. તમામ ગાઈડલાઈનના પાલન સાથે રથયાત્રા નીકળી છે. આજે અષાઢીબીજે આવનારો સમય રાજકોટ માટે ખૂબજ સારો રહે તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના છે.

આવતા વર્ષે સૌ સાથે મળીને અષાઢી બીજ ઉજવી શકીએ તેવી પ્રાર્થના: મેયર ડો.પ્રદિપ ડવ

vlcsnap 2021 07 12 13h58m59s880

અબતક સાથેની વાતચીત દરમિયાન મેયર ડો. પ્રદિપ ડવ એ જણાવ્યું હતુ કે આજે રાજકોટ નગરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર સાથે નગરચર્યા કરવા નીકળ્યા છે. સરકારની તમામ ગાઈડને અનુસરીને રથયાત્રા નીકળી છે. શહેરમાંથી કોરોનાનો નાસ થાય અને ફરીથી જોશ ઉંમગ સાથે આવતા વર્ષે સૌ સાથે મળીને અષાઢી બીજની ઉજવણી કરીશું તેવી ભગવાન જગન્નાથનેપ્રાર્થના કરૂ છું.

સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના: નીતિનભાઈ ભારદ્વાજ  

rath yatra.00 34 14 07.Still004

ભગવાન જગન્નાથની પરંપરાગત યાત્રાએ છેલ્લા બે વર્ષ બાદ નીકળી છે અને રાજકોટ શહેરમાં આ 14મી  વખત ભગવાન જગન્નાથની યાત્રા રાજકોટ શહેર માંથી નીકળે છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વ ઝપટમાં છે તેને બહાર કાઢે અને રાજકોટ નહીં ગુજરાત નહીં ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી જ ભગવાન જગન્નાથને વારંવાર પ્રાર્થના કરીએ ભગવાન કરે છે.

અષાઢી બીજનું મૂહૂર્ત અમૂલ્ય: ઠાકોર માંધાતાસિંહજી

vlcsnap 2021 07 12 13h56m57s511

અબતક સાથેની વાતચિત દરમિયાન રાજકોટ ઠાકોર માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યુંં હતુ કે આજે રાજકોટમાં 14મી વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે.અષાઢી બીજનું એક મૂહૂર્ત એવું છે જેમાં ચોઘડીયા જોવાતા નથી તમામ શુભકાર્ય કરી શકાય છે. આજના પાવન દિવસે વરસાદના પણ શુકન થાય છે. આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ભગવાન નગરચર્યાએ નીકળી દર્શનાર્થીઓને અલૌકિક દર્શન આપે છે.તમામ નીતિ નિયમો, પોલીસ બંદોબસ્ત સાથે આજે જગન્નાથજીની રથયાત્રા નીકળી છે.

સમગ્ર વિશ્ર્વ કોરોનાનાં ભરડામાંથી બહાર નિકળે તેવી પ્રાર્થના: ગોવિંદભાઈ પટેલ

rath yatra.00 31 40 10.Still003

ભગવાન જગન્નાથની યાત્રા માટેની હજારો વર્ષની પરંપરા છે સમગ્ર વિશ્વને આ કોરોનાની મહામારીમાંથી બહાર કાઢે એવા આશીર્વાદ ભગવાન જગન્નાથ પાસે માગી. તથા આ તમામ શ્રદ્ધાળુઓ કે જેમની સ્વાસ્થ્યની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત પણ ખૂબ સારો અને ચુસ્તપણે રાખવામાં આવ્યો છે તથા કોરોના મહામારીની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન પણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.