પોલીસ બંદોબસ્ત સાથે પરિસરમાં જ ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રા નીકળશે
રાજકોટ શહેરમાં રથયાત્રા રદ કરાઈ છે.કોરોનાની મહામારી વચ્ચે અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશ અનુસાર આ વર્ષે રાજકોટ શહેરમાં નીકળતી રથયાત્રા આયોજક કમિટી અને પોલીસ અધિકારીઓ વચ્ચે મીટીંગ દરમિયાન નિર્ણય લેવાયો લેવાયો છે.
આ સાથે જ જગન્નાથ પુરીમાં 23 જૂને રથયાત્રા નીકળશે કે નહીં, આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સાથે જ કેન્દ્ર સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે શ્રદ્ધાળુઓ વગર જ યાત્રા કરવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે 18 જૂને જ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ કોર્ટના નિર્ણય વિરુદ્ધ 6 રિવ્યૂ પિટીશન આવી છે. જેની પર સુનાવણી કરાઈ રહી છે.
અરજીમાં અપીલ કરવામાં આવી છે કે રથયાત્રાને બદલાયેલા રૂપમાં કાઢવાની મંજૂરી આપવા અંગે વિચારણા કરવામાં આવે. પુરી શહેરને ટોટલ શટડાઉન કરો અને જિલ્લામાં બહારના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવીને યાત્રા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.