મુખ્યમંત્રી રૂપાણી કહે છે પાણીએ પરમેશ્ર્વરનો પ્રસાદ છે તો આ બે ફામ પાણીના વેડફાટને શું ઉપમાં અપાય લાઠી નગરપાલિકામાં આ રીતે બેફામ હજારો ગેલેન પાણી વેડફાતુ હોવાની જાણ ન. પાલિકા તંત્રને કરવા છતાં તંત્રના વાહકોને ઘ્યાનમાં આવતું નથી.
એક બાજુ લાઠીમાં જળસંચય અભિયાનમાં ગાગડીયો નદીમાં પુરજોશમાં કામગીરી ચાલી રહી છે ત્યારે પાણી વિતરણના કર્મચારીની આવી બેદરકારીથી લોકોને પુરતુ પાણી મળતું નથી. હાલમાં ચાર દિવસે પાણી આપવામાં આવે છે ન. પાલિકામાં સ્થાનીક પત્રકારે અવાર નવાર રજુઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર ઉંઘમાં હોય તેવું દેખાય છે.
ચીફ ઓફીસરને ફકત ઓફીસમાં બેસવાનો રસ છે મંગળપરા વિસ્તારના રહીશો જાણે ડબલ પાણીવેરો ભરતા હોય તેમ આ દ્રશ્ય જોતા લાગે છે પાણીના ટાંકે તપાસ કરતા કોઇ સપ્લાયર જોવા મળે નહી અને ઓરડીએ તાળા જોવા મળ્યા હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com