રાંધવામાં ઘણી વખત આપણે ચોખાનું પાણી ફેકી દેતા હોય છીએ પરંતુ આ એક હકીકત છે, ચોખાનું પાણી હેર સ્ટેટનર તેમજ સ્કીન માટે ખુબજ ફાયદાકારક છે. ચોખાના પાણીમાં ફાયબરના ગુણો રહેલા છે, જે પાણીમાં ફાઈબર હોય છે આ પાચન ક્રિયાને સાજી કરી દે છે અને આ જાદુઇ સામગ્રીની જેમ શરીર પર પણ કામ કરે છે. તો ચાલો જાણીએ ચોખાની બ્યુટી ટિપ્સ.
કેમિકલનાં સ્થાને આપ ચોખાનું પાણી વાળને સ્ટ્રેટ કરવા માટે પ્રયોગ કરી શકો છો. ચાઇનિઝ મહિલાઓ વાળ સીધા કરવા માટે ચોખાના પાણીનો પ્રયોગ કરે છે. તેમના લાંબા સ્ટ્રેટ હરનું રહસ્ય પણ ચોખાનું પાણી છે, માટે સૌપ્રથમ વાળમાં શેમ્પૂ કરી પછી ચોખાના પાણીમાં વાળ ધોવે છે.
ચોખાનો અન્ય ઉપાય કરચલીઓ મટાડવા પણ કરી શકાય છે જો આપ ઓછી ઉમરે ડોસી જેવા દેખાતા હોય તો ચોખાના પાણીનો ઉપાય ઉત્તમ છે. આ સંપૂર્ણપણે ત્વચાને પુનઃજીવંત બનાવે છે