જીવનમાં દરેક વ્યક્તિનો કઈક અલગ કરવું હોય છે સાથે તેને દરેકને બીજાથી કઈક અલગ થવું હોય છે. ત્યારે કઈ રીતે બની શકે છે કઈક આવું કે દરેક બની જાય ખાસ. તો જ્યારે જીવન અનેક મુશ્કેલી આવે તો દરેક વ્યક્તિ હાર માની લેતાં હોય છે. તો ત્યારે હાર માનવો એ કઈ રસ્તો નથી. જો સફળતા પામવી હોય તો નિષ્ફળતા તો આવેજ આ સૌ કોઈ જાણે છે. ત્યારે જીવનમાં કઈ રીતે સાર્થક થવું તેના અમુક ખૂબ નાંના નુસ્ખા છે. જેને અજમાવી તમારું જીવન બની શકે કઈક સરળ .
જીવનમાં દરેકની મહત્વતા અલગ હોય છે. ત્યારે જ્યારે કામ કરતાં હોય તો તેજ કામ પર ધ્યાન રાખવું જોઈએ. અથવા જે ધાર્યું કામ હોય તે પૂર્ણ થાય ત્યાં સુધી બીજી કોઈ આડી અવડી વાતોમાં ધ્યાન ના આપવું જોઈએ.તે તમારા કામ અથવા તો નિર્ધારિત સમયે પોહચવું ખૂબ સરળ બની જાય છે. ત્યારે જો આ વાતો પર ધ્યાન રાખીએ તો કામ પણ જીવનમાં સારું થાય છે અને દરેક લક્ષ્ય સુધી પણ સરળતાથી પહોચી શકાય છે.
દરેક કામ કરતી વખ્તે હમેશા તે પર વધુ ધ્યાન આપો. એક કામ કરતી વખ્તે જો બીજું કામ સાથે લેશો તો તે તમારું પહેલાં કરેલું કામ પણ બગાડી શકે છે. દરેક કામમાં જો નિપૂર્ણતાથી કરવી હોય તો તે અવશ્ય રીતે અપનાવી ખૂબ સારી રહેશે. જીવનમાં એકાગ્ર ચિત હોવું તે જીવનમાં ખૂબ સારું અને શ્રેષ્ટ કામ થાય શકશે. ત્યારે એક સાથે વધુ કામ અટકાવો અને જે કરતાં હોય તેમાં પોતાનું સૌથી સારું કામ કરો.
જ્યારે જે પણ કામ કરતાં હોય તેની તમારી રીતથી એકદમ અલગ કરો. સાથે જે પણ મુશ્કેલી આવે તેને સમય અનુસાર નીપટવો. જ્યારે મુશ્કેલી ના હોય તો તેને વિચારી શું કામ વર્તમાન બગાડી નાખો છો. ત્યારે જે કામ હોય તેના પર ધ્યાન આપો અને તેને એક સાહસ તરીકે લ્યો અને તમારું શ્રેષ્ટ આપો. દરેક વાતને પોતાની રીતે સમજી તેને જીવન માટે મૂકો. હોય નહીં તેને વિચાર્યા વગર જે કામ કરતાં હોય તે કામને વધુ સરળ બનાવશે.
કામ કરતી વખ્તે સૌ પ્રથમ વ્યવસ્થિત રીતે તમારા કામની એક સૂચિ બનાવો. જે તમારા દરેક કામને કઈક અલગ બનાવશે. ત્યારે જે પણ ગમતી-અણગમતી વાત હોય તેની એક સૂચિ કામ પહેલાં બનાવો તેને સમજી લ્યો. ત્યારબાદ તમારા કામને સરખી રીતે ગોઠવીને કામ શરૂ કરું. આ રીતે તમારું કામ બની શકે એકદમ જલ્દી તેમજ સરળ. આ રીતથી તમારામાં થશે ધીરે-ધીરે બદલાવ અને તે બનશે તમારાં જીવન માટે એકદમ ખાસ. કારણ સમય સાથે પરીવર્તન બનશે તમારાં માટે ખાસ. તેના થકી તમારું કામ પણ થશે વધુ સરળ તથા ખાસ.
આ જો સરળ રીતે કામ કરતાં શીખી જાવ તો તમારું જીવન તથા કામ બનશે વધારે સરળ. આથી દરેક કામ કરવાની જો પદ્ધતિ થોડા અંશે બદલી શકાય તો કામ તેમજ જીવન બનશે ખૂબ ખાસ અને સરળ.