ભારતીય જનતા પાર્ટી હર હમેંશ જનસેવા કાર્યો થકી ગરિબ, આદિવાસી અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કામ કરતી આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે ગરિબ,શોષિત,પિડિત,વંચિત અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કેન્દ્ર સરકાર સતત કામ કરી છે જેનુ ઉત્તમ ઉદાહરણ છે કે કેન્દ્ર સરકારે 180 જેટલી યોજનાઓ જનકલ્યાણ માટે જાહેર કરી છે જેમાં દરેક વર્ગ,સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું લક્ષ્ય છે કે કેન્દ્ર સરકાર કે રાજય સરકારની યોજનાનો 100 ટકા લાભ જરૂરિયાત મંદોને મળે તે હેતુને ચરિતાર્થ કરવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યાત્રાના ઇન્ચાર્જ  બ્રિજેશભાઇ મેરજા, પ્રદેશ પ્રવકતા  યમલભાઇ વ્યાસ, સહ પ્રવકતા અને યાત્રાના સહ ઇન્ચાર્જ હિતેન્દ્રભાઇ પટેલ, સહ ઇન્ચાર્જ હરેશભાઇ ચૌધરી તેમજ પ્રદેશ મીડિયા ક્ધવીનર ડો.યજ્ઞેશભાઇ દવેની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

આ યાત્રાને સફળ બનાવવા માટે સંગઠન દ્વારા એક ઇન્ચાર્જ અને 5 સહ ઇન્ચાર્જની નીમણુંક કરવામાં આવી છે: યમલભાઇ વ્યાસ

બ્રિજેશભાઇ મેરજાએ યાત્રા વિશે વિસ્તારથી જણાવ્યું કે, ગુજરાતની ગ્રામ પંચાયતોમાં ભારત વિકસીત યાત્રાના રથો જશે એક દિવસમાં બે ગ્રામ પંચાયત વિકાસ યાત્રાનો રથ જશે. વડાપ્રધાનશલ નરેન્દ્રભાઇ મોદીએ જન કલ્યાણ માટે કરેલ યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે. ભારત વિકસીત યાત્રા  26 જાન્યુઆરી સુધી વિઘાનસભા દીઠ એક વિડિયો વાન રથ ગામેગામ ફરશે આવા કુલ 148 જેટલા રથો સમગ્ર રાજયમાં ગામે ગામ ફરશે.આ યાત્રા બે તબક્કામાં દેશના તમામ જિલ્લાઓની ગ્રામ પંચાયતો અને શહેર વિસ્તારમાં ફરી સરકારની 17 જેટલી માહિતી અને લાભો ઘર ધર સુઘી પહોંચાડવાનો પ્રયાસ કરવામા આવશે.

યમલભાઇ વ્યાસે  જણાવ્યું હતું કે, વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં  ભારત સરકારે દેશને વિકાસની નવી દિશા આપવા માટે 10 વર્ષથી સતત અથાગ પ્રયત્નો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે  દેશના છેવાડાના માનવીને પણ સુવિઘાનો લાભ મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે  ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વડાપ્રધાનના સંકલ્પને સફળતા પુર્વક પુર્ણ કરવા પ્રયાસ કરી રહ્યા છે. વિકસીત યાત્રા અંતર્ગત  ગુજરાતભરમાં  યાત્રાના રથો જશે અને લોકોને સરકારની યોજનાની માહિતી મળે અને લાભ લઇ શકે તે માટે માર્ગ દર્શન આપશે આ યાત્રાને સફળ બનાવવા માટે સંગઠન દ્વારા એક ઇન્ચાર્જ અને 5 સહ ઇન્ચાર્જ ની નીમણુંક કરવામાં આવી છે.

હિતન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિકસીત ભારતનો સંકલ્પ કર્યો છે અને તે માટે અંદાજે 180 જેટલી યોજનાઓ દરેક વર્ગ અને સમાજને ઘ્યાને રાખી જાહેર કરી છે જેથી વિકસીત ભારતમાં દરેક વ્યકતિનો સાથ મળે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ હમેંશા સરકારની યોજનાનો લાભ સૌને મળે તે માટે પ્રયાસ કરતા રહ્યા છે ત્યારે સમગ્ર ભારત ભરમાં વિકસીત ભારત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ગુજરાતમાં પણ પ્રારંભ થઇ ગયો છે. ગુજરાતમાં વિકસીત ભારત યાત્રા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ગુજરાતભરમાં આ રથ પરિભ્રમણ કરશે અને લાભાર્થીઓને સરકારની યોજનાનો લાભ મળે તેની માહિતી મળે તેનુ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.