નવચંડી યજ્ઞ, ર્માંની ચુંદડી સહિતના અનેકવિધ ધાર્મિંક કાર્યક્રમોમાં સહભાગી થતો સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર
પાટડી મધ્યે આવેલા હળદીયા, મેથાળીયા, ચાંબુકીયા અને વાગડીયા પરિવારના સતીમા રતનબાનો રજત જયંતિ મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. આ પાવન દિવસે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. નવચંડી યજ્ઞ અને ર્માંની ચુંદડી જેવા ધાર્મિંક કાર્યક્રમોમાં હોંશભેર લોકો સહભાગી થયા હતા.
પાટડી ખાતે સતીમા રતનબાના પાટોત્સવ નિમિતે સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. સવારે યજ્ઞનો પ્રારંભ થયો હતો. જેમાં ધ્વજારોહણ, ર્માંની ચુંદડી, શ્રીફળ હોમ અને સ્નેહમિલન તથા ર્માંની પ્રસાદી જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ અને ભૂજથી પાટડી જવા માટે ખાસ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
અંદાજે 1500થી વધુ લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મહાપ્રસાદના યજમાન વસંતભાઇ વાઘજીભાઇ સોની રહ્યા હતા. જ્યારે ર્માંની ધજાના યજમાન રાજનભાઇ પાટડીયા, ચુંદડીના યજમાન પણ વસંતભાઇ સોની જ રહ્યા હતા. નવચંડી યજ્ઞના સહયજમાન સોની રાજનભાઇ પાટડીયા અને લક્ષ્મીચંદ પાટડીયા પરિવાર રહ્યા હતા.
જ્યારે નવચંડી યજ્ઞના મહારાજ દેવેન મહારાજ હળવદવાળા હતા. યજ્ઞના મુખ્ય યજમાન અરૂણભાઇ સોની, કિરણભાઇ સોની અને કિશનભાઇ સોની રહ્યા હતા.
પાટડીયા પરિવારનો નવચંડી યજ્ઞ ‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાખો ભાવિકોએ નિહાળ્યો
પાટડી મુકામે બિરાજમાન હળદીયા, મેથાળીયા, જાબુડીયા, વાગડીયા પરિવારના સતીમા રતનબા બિરાજમાન છે. ત્યારે પાટડી મુકામે પાટડીયા પરિવારનો 25મો રજત જયંતિ નવકુંડ નવચંડી યજ્ઞ સોમવારના રોજ યોજાયો હતો. જેનું લાઇવ પ્રસારણ ‘અબતક’ ચેનલ અને અબતકના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યું હતું. આ રજત જયંતિ નવચંડી યજ્ઞનો લાખો ભાવિકોએ લાઇવ પ્રસારણના માધ્યમથી લાભ લીધો હતો.