ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે દવાઓ મેન્યુફેકચરથી સીધી જ રીટેઈલર પાસે પહોંચે તેવો નવતર પ્લાન

ઘણા સમયથી એમ્બ્યુલન્સ તેનું કાર્ય કરતી નજરે પડે છે પરંતુ પહેલાના સમયમાં લોકોને એમ્બ્યુલન્સ પર સહેજ પણ ભરોસો ન હતો ત્યારે હવે ૧૦૮ એમ્બ્યુલન્સ આવી છે ત્યારથી લોકોમાં એક ભરોસો વ્યાપી ઉઠયો છે એવી જ રીતે ૧૮ વર્ષનાં ટેણીયાએ ફાર્મસી ક્ષેત્રે ક્રાંતિ સર્જવા જે પ્લાન ઘડી કાઢયો છે તેનાથી ટાટા ગ્રુપનાં રતન ટાટા સામે ચાલી નવયુવક અર્જુન દેશપાંડે સાથે ફાર્મસીમાં ૫૦ ટકાની ભાગીદારી કરવાનો નિર્ણય લીધો છે પરંતુ હજુ સુધી ભાગીદારી કેટલા ‚પિયામાં કરવામાં આવી છે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ આ નવતર પ્રયોગ ખરાઅર્થમાં ફાર્મસી ક્ષેત્રે ક્રાંતિ સર્જશે.

વધુ વિગત મુજબ રતન ટાટાએ આ કંપનીમાં ખાનગી રોકાણ કર્યું છે. તે ટાટા જૂથ સાથે સંકળાયેલ નથી. રતન ટાટાએ ભૂતકાળમાં પણ ઘણા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે, જેમાં ઓલા, પેટીએમ, સ્નેપડીલ, ક્યોરફિટ, અર્બન લેડર, લેન્સકાર્ટ અને લિબ્રેટનો સમાવેશ છે. દેશપાંડેએ બે વર્ષ પહેલાં જેનરિક આધાર કંપની શરૂ કરી હતી. ત્યારે તે માત્ર ૧૬ વર્ષનો હતો. હવે તેની કંપની દર વર્ષે ૬ કરોડ રૂપિયાની આવકનો દાવો કરે છે. આ સ્ટાર્ટઅપ યુનિકફાર્મસી-એગ્રીગ્રેટર બિઝનેસ મોડેલને અનુસરે છે. તેણે ઉત્પાદકોને સીધો સોર્સ બનાવ્યો છે અને રિટેલ ફાર્મસીમાં જેનરિક દવાઓ વેચે છે. આનાથી છૂટક ફાર્મસીઓનો ૧૬-૨૦% માર્જિન બચી જાય છે, જે હોલસેલર્સ કમાય છે. દેશમાં આશરે ૮૦% એવી દવાઓ વેચાય છે જેને દેશની ૫૦,૦૦૦થી વધુ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ કંપનીઓ ૩૦%થી વધુના માર્જિન લે છે, જેમાં ૨૦% જથ્થાબંધ વેપારી અને ૧૦% રિટેલરને મળે છે.

દેશપાંડેએ તેમના માતા પિતા પાસેથી ભંડોળ મેળવી આ વ્યવસાય શરૂ કર્યો હતો, જેઓ પોતાનો વ્યવસાય પણ ચલાવે છે. તેની માતા એક ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ કંપની ધરાવે છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં દવાઓનું વેચાણ કરે છે. પિતા એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે. દેશપાંડે કહે છે કે ઉનાળુ વેકેશન દરમિયાન કોઈ ફાર્માસ્યુટિકલ કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તે તેની માતા સાથે યુ.એસ., દુબઇ અને કેટલાક અન્ય દેશોમાં ગયા હતા જ્યાં તેમને બિઝનેસ કરવાનો વિચાર આવ્યો હતો. એક મોટી રિટેલ ચેઇનના માલિકે એક વર્ષ પહેલાં જેનરિક આધારમાં હિસ્સો હસ્તગત કરવામાં રસ દર્શાવ્યો હતો, પરંતુ તે વાત આગળ વધી નહીં. ગયા વર્ષે દેશપંડે જ્યારે મુંબઇ કોલેજમાં વિદ્યાર્થી હતો, ત્યારે સિલિકોન વેલીમાં થિએલ ફેલોશિપ માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ બીનેસમાં આવતા યુવાનો માટે બે વર્ષનો કાર્યક્રમ છે.

મુંબઇ, પુણે, બેંગ્લોર અને ઓડિશાના લગભગ ૩૦ રિટેલરોને આનો ભાગ બનાવીને પ્રોફિટ શેરિંગ મોડેલને અનુસરી છે. આ મુખ્યત્વે સ્ટેન્ડએલોન ફાર્મસી છે. થાણેની મુખ્ય કાર્યાલયમાંથી  જેનરિક આધારના બ્રાંડિંગ માટે મફત ફેસ-લિફ્ટ, લોગો અને જરૂરી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પ્રદાન કરે છે. જેનરિક આધારમાં ૫૫ જેટલા કર્મચારીઓ છે. આમાં ફાર્માસિસ્ટ, આઇટી એન્જિનિયર અને માર્કેટિંગ પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. દેશપાંડેએ કહ્યું, “એક વર્ષમાં જેનરિક આધાર હેઠળ ૧૦૦૦ નાના ફ્રેન્ચાઇઝી મેડિકલ સ્ટોર્સ ખોલવાની યોજના છે. તે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને દિલ્હી સુધી તેનો ફેલાવો કરવાનો પ્લાન છે. કંપની મુખ્યત્વે ડાયાબિટીઝ અને હાયપરટેન્શનની દવાઓ પૂરી પાડે છે, પરંતુ ટૂંક સમયમાં કેન્સરની દવા બજારના ભાવ કરતા ઘણા ઓછા દરે આપવાનું શરૂ કરશે. આ માટે પાલઘર, અમદાવાદ, પોંડિચેરી અને નાગપુરમાં ચાર ડબ્લ્યુએચઓ-જીએમપી પ્રમાણિત ઉત્પાદકો સાથે જોડાણ કર્યું છે. હિમાચલ પ્રદેશના બદ્દીમાં એક ઉત્પાદક પાસેથી કેન્સરની દવાઓ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.