સતત પાંચમાં વર્ષે જૈનમ દ્વારા

નવ દિવસ દરમિયાન વિવિધ સ્પર્ધા: વિશાળ જૈન ફુડ ઝોન: સિઝન પાસના ફુડ કુપન સાથે રૂ. 1200 તેમજ ફુડ કુપન વગર રૂ.800

રાજકોટ ચાર વર્ષથી જૈન સમાજનાં ભાઈ – બહેનો માટે  જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન તદ્ન વ્યાજબી સીઝન પાસ સાથે કરવામાં આવી રહયું છે.  પરંતુ આ વર્ષે ફરી એકવાર આગામી તા .26 સપ્ટેમ્બર થી 5 ઓકટોબર દરમ્યાન જૈનની ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું બેનમુન આયોજન રાજકોટનાં રાજમાર્ગ એવા 150 ફુટ રીંગ રોડ ઉપર શહેર નાં જૈન શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાંતભાઈ શેઠનાં પારીજાત પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ છે .પારિવારીક વાતાવરણમાં જૈનમ દ્વારા સમગ્ર જૈન સમાજનાં ખેલૈયાઓમાટે નવરાત્રીનું આયોજન હાથ ધરાયું છે . જૈનમની વિશેષતા અને ખાસ વાત એ છે કે પારીજાત પાર્ટી પ્લોટનાં 3 લાખ સ્કેવર ફુટનાં વિશાળ ગ્રાઉન્ડમાં કોઈપણ જાતનાં વ્યવાસાયિક હેતુ વગર આ આયોજન કરવામાં આવી રહયું છે . જેના કારણે પાછળનાં ચાર વર્ષમાં જૈનની ટીમને જૈન સમાજનો જે પ્રતિસાદ મળ્યો છે  સુપ્રસિધ્ધ સંગીતકાર  પંકજભાઈ ભટ્ટ તેમજ તેમની ટીમના સાંજીદાઓ તથા યુ ટયુબ તેમજ દેશ – વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ ફોક સિંગર અનીલ વાંકાણી , વર્સેટાઈલ સિંગર પ્રીતી ભટ્ટ , વર્સેટાઈલ સિંગર ઉર્વશી પંડયા , ફ્યુઝન સિંગર પ્રદિપ ઠક્કર જેવા પ્રખ્યાત સિંગરો આ વર્ષે પણ ખેલૈયાઓને સંગીતનાં તાલ ઉપર ડોલાવવા મજબુર કરશે .

DSC 4488

ગરબે રમીને માં ની આરાધના કરતા યુવા હૈયાઓને ડોલાવવા 1,00,000 જેબીએલ વર્ટેક્ષ સાઉન્ડ સીસ્ટમ આ નવરાત્રીનું જમાપાસું છે . જેમા સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ ગત નવરાત્રી મહોત્સવની જેમ કરાશે . સતત 3 કલાક થી વધુ સમય સંગીતનાં તાલે ઝુમવા ખેલૈયા ભાઈ – બહેનો માટે પ્રતિ વર્ષની જેમ દરરોજ ડેકોરેટીવ ગરબા , બેસ્ટ ટ્રેડીશ્નલ ડ્રેસ , બેસ્ટ આરતી થાળી , બેસ્ટ ટેટ્ટુ , બેસ્ટ મહેંદી સહીતની અનેક સ્પર્ધાઓ યોજાશે . વધુમાં બેસ્ટ પ્રિન્સ અને બેસ્ટ પ્રિન્સેસ , વેલડ્રેસ જેવા અનેક ઇનામો નવ દિવસ દરમ્યાન અપાશે .

આ વર્ષે નવરાત્રી મહોત્સવનો મેગા ફાઈનલ દશેરાના દિવસે યોજાશે . જેમાં નવ દિવસનાં વિજેતા બનેલા ખેલૈયાઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ યોજાશે . મેગા ફાઈનલમાં વિજેતા બનનારને જૈનમ્ ગ્રુપ દ્વારા લાખેણા ઈનામોથી નવાઝવામાં આવશે . જેમા કાર્પોરેટ કલ્ચરને ધ્યાનમાં રાખીને ખાસ ડીઝાઈન કરેલ ગઝેબો પણ તૈયાર કરવામાં આવનાર છે . જીવંત પ્રસારણને કારણે રાજકોટ સહિત દેશની નામી – અનામી કંપનીઓ પોતાની પ્રોડકટ્સનું માર્કેટીંગ કરી શકશે .  જૈનમ યુવા ધનને ઘ્યાનમાં રાખી ગ્રાઉન્ડ ઉપર ખાસ અતિ આકર્ષકસેલ્ફી ઝોન પણ તૈયાર કરશે જેની થીમ નવ દિવસ દરમ્યાન અલગ અલગ હશે . આ નવરાત્રી મહોત્સવ સમગ્ર જૈન પરિવારનાં સદસ્યો માણી શકે તે માટે સીઝન પાસ જેની કિંમત રૂ .1200 ફુડ કુપન સાથે અને ફુડ કુપન વગરનાં સીઝન પાસ જેની કિંમત રૂા .800 થી ઉપલબ્ધ કરાવાશે . ફકત જોવા માટે સીઝન પાસ રૂા .200 રાખવામાં આવ્યા છે .

આ નવરાત્રી મહોત્સવમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન , વેસ્ટ , ડાઉનટાઉન , રોયલ , એલીટ , યુવા , સેન્ટ્રલ સિલ્વર , જૈન યુવા જુનિયર , જૈન જાગૃતિ સેન્ટર , જૈન યુવા ગ્રુપ , દિગંબર સોશ્યલ ગ્રુપ , મીડટાઉન સંગીન , ટાઉનટાઉન સંગીની તેમજ એલીટ સંગીની જોડાનાર છે .

પાસ માટે ફોર્મ મેળવી અને ભરીને પરત કરવાનાં સ્થળોમાં જૈનમ્ કાર્યાલય  ડોકટર પ્લાઝા , જયુબીલી બાગ સામે , કસ્તુરબા રોડ , રાજકોટ , શ્રી અંબા આશ્રિત સારીઝ – દિવાનપરા મેઈન રોડ , રાજકોટ , જૈન બ્રાઈટ સ્ટીલ ટ્રેડર્સ : ધારેશ્વર મંદિર સામે , ભક્તિનગર સર્કલ પાસે , રાજકોટ, તપસ્વી સ્કુલ : 2 – જલારામ પ્લોટ , યુનિવર્સિટી રોડ , રાજકોટ,   શિતલ જ્વેલર્સ  : 9 – સીટી શોપ્સ , પી.પી. ફુલવાળા પાસે , પોલીસ ચોકી સામે , યાજ્ઞિક રોડ , રાજકોટ , નેમીનાથ વિતરાગ ઉપાશ્રય  : ગાંઘીગ્રામ , રાજકોટ . ભરતભાઈ દોશી મો .98242 00670,   હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ  : મહાવીર ચેમ્બર , એ ડીવીઝન સામે , ઢેબર ચોક , રાજકોટ,  ઉર્મિ એમ્પોરીયમ: 22 સદગુરુ કોમ્પલેક્ષ , ન્યુ એરા સ્કુલ સામે , રૈયા રોડ , રાજકોટ, ડ્રીમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ : ( મોડર્ન ગ્રુપ ) , 103 વર્ધમાન ફોર્મિશયલ , સાધુ વાસવાણી રોડ , રાજકોટ ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે . પાસ તેમજ કોર્પોરેટ સ્પોન્સરશીપ અંગેની વધુ માહીતી માટે જીતુ કોઠારી – 98250 76316 , સુજીત ઉદાણી – 98246 50501 તથા જયેશ વસા – 98240 45601 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.