પાંચ વર્ષથી જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે શહેરના શિરમોર ગ્રુપ એવા જૈનમ્ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન તદ્ન વ્યાજબી સીઝન પાસ સાથે કરવામાં આવી રહયું છે.ફરી છઠ્ઠા વર્ષે ફરી આગામી તા.15 ઓકટોબર થી 24 ઓકટોબર 2023 દરમ્યાન જૈનમ્ની ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું બેનમુન આયોજન રાજકોટનાં રાજમાર્ગ એવા 150 ફુટ રીંગ રોડ ઉપર શહેર નાં જૈન શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાંતભાઈ શેઠનાં પારીજાત પાર્ટી પ્લોટ, શીતલ પાર્ક બસ સ્ટોપ સામે, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા સુજીત ઉદાણીએ અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાને જણાવ્યુ હતુ કે,જૈનમ્ની વિશેષતા અને ખાસ વાત એ છે કે પારીજાત પાર્ટી પ્લોટનાં 3 લાખ સ્કેવર ફુટનાં વિશાળ ગ્રાઉન્ડમાં કોઈપણ જાતનાં વ્યવાસાયિક હેતુ વગર આ આયોજન કરવામાં આવી રહયું છે. જેના કારણે પાછળનાં પાંચ વર્ષમાં જૈનમ્ની ટીમને જૈન સમાજનો જે પ્રતિસાદ મળ્યો છે તે અવર્ણનીય છે. આ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવવા ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન સમા સુપ્રસિઘ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટ તેમજ તેમની ટીમના સાંજીદાઓ તથા યુ ટયુબ તેમજ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ સિંગર ઉમેશ બારોટ, વર્સેટાઈલ સિંગર પ્રીતી ભટ્ટ, સિંગર પરાગી પારેખ, ફ્યુઝન સિંગર પ્રદિપ ઠક્કર, વિશાલ પંચાલ-અમદાવાદનાં વર્સેટાઈલ સિંગર તેમજ ફયુઝન સીંગર નમ્રતા ગોસલીયા જેવા પ્રખ્યાત સિંગરો આ વર્ષે પણ ખેલૈયાઓને સંગીતનાં તાલ ઉપર ડોલાવવા મજબુર કરશે.
વિખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમની ટીમ યુવાધનને સંગીતની ધૂન પર ગરબા રમવા કરશે મજબૂર
ગરબે રમીને માં ની આરાધના કરતા યુવા હૈયાઓને ડોલાવવા 1,00,000 ડી.એ.એસ. લાઈન એરે થ્રી વે સાઉન્ડ સીસ્ટમ આ નવરાત્રીનું જમાપાસું છે. જેમા સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ ગત નવરાત્રી મહોત્સવની જેમ કરાશે. સતત 3 કલાક થી વધુ સમય સંગીતનાં તાલે ઝુમવા ખેલૈયા ભાઈ-બહેનો માટે પ્રતિ વર્ષની જેમ દરરોજ ડેકોરેટીવ ગરબા, બેસ્ટ ટ્રેડીશ્નલ ડ્રેસ, બેસ્ટ આરતી થાળી, બેસ્ટ ટેટ્ટુ, બેસ્ટ મહેંદી, સાફા-પાઘડી, ચુડી બિંદી, હેરસ્ટાઈલ,બોયસ બિયરડ, દેશભકિત થીમ ઉપર ડ્રેસ સહીતની અનેક સ્પર્ધાઓ યોજાશે. વધુમાં બેસ્ટ પ્રિન્સ અને બેસ્ટ પ્રિન્સેસ, વેલડ્રેસ જેવા અનેક ઇનામો નવ દિવસ દરમ્યાન અપાશે.
ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ સિવાય નવરાત્રી મહોત્સવને નિહાળવા આવનાર સભ્યો માટે પણ આરામ દાયક બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે જેમા કાર્પોરેટ કલ્ચરને ધ્યાનમાં રાખીને ખાસ ડીઝાઈન કરેલ પેવેલીયન પણ તૈયાર કરવામાં આવનાર છે. આ પેવેલીયનમાં 2 પી.આર.ઓ., અલાયદી સિકયુરીટી સાથે 27 લોકોની આરામદાયક બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ અદ્ભુત નવરાત્રી મહોત્સવ રાજકોટનાં તેમજ બહારગામનાં લોકો નિહાળી શકે તે માટે ગરબાનું જીવંત પ્રસારણ યુ ટયુબ અને ફેસબુક ઉપર કરાશે. આ જીવંત પ્રસારણને કારણે રાજકોટ સહિત દેશની નામી-અનામી કંપનીઓ પોતાની પ્રોડકટ્સનું માર્કેટીંગ કરી શકશે.
જૈનમ યુવા ધનને ઘ્યાનમાં રાખી ગ્રાઉન્ડ ઉપર ખાસ અતિ આકર્ષક સેલ્ફી ઝોન પણ તૈયાર કરશે જેની થીમ નવ દિવસ દરમ્યાન અલગ અલગ હશે. આ નવરાત્રી મહોત્સવ સમગ્ર જૈન પરિવારનાં સદસ્યો માણી શકે તે માટે સીઝન પાસ જેની કિંમત રૂા.1400 ફુડ કુપન સાથે અને ફુડ કુપન વગરનાં સીઝન પાસ જેની કિંમત રૂા.1000 થી ઉપલબ્ધ કરાવાશે. ફકત જોવા માટે સીઝન પાસ રૂા.300 રાખવામાં આવ્યા છે.
આ નવરાત્રી મહોત્સવમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, પ્રાઈમ, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ, મીડટાઉન સંગીન, ડાઉનટાઉન સંગીની, એલીટ સંગીની તથા પ્રાઈમ સંગીની જોડાનાર છે.
પાસ માટે ફોર્મ મેળવી અને ભરીને પરત કરવાનાં સ્થળોમાં જૈનમ્ મધ્યસ્થ કાર્યાલય – કેમ્પેઈન કોર્પોરેટ હાઉસ, 27/38 ન્યુ જાગનાથ પ્લોટ, જસ્મીન ડ્રાઈવીંગ સ્કુલ પાછળ, રાજકોટ, શ્રી અંબા આશ્રિત સારીઝ – દિવાનપરા મેઈન રોડ, રાજકોટ. જૈન બ્રાઈટ સ્ટીલ ટ્રેડર્સ : ધારેશ્વર મંદિર સામે, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ. તપસ્વી સ્કુલ : 2-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ. શિતલ જ્વેલર્સ : 9-સીટી શોપ્સ, પી.પી. ફુલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ,રાજકોટ. મીહીરભાઈ શેઠ : લેવલ-6, ઈમ્પીરીયલ હાઈટ્સ સામે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ : મહાવીર ચેમ્બર, એ ડીવીઝન સામે, ઢેબર ચોક, રાજકોટ. ઉર્મિ એમ્પોરીયમ : 22-સદ્ગુરૂ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે, રૈયા રોડ, રાજકોટ. ડ્રીમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ : (મોડર્ન ગ્રુપ), 103-વર્ધમાન કોર્મિશયલ, સાધુ વાસવાણી રોડ, કૌશલ્યમ્ માર્કેટીંગ , 20/26 ન્યુ જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
પાસ તેમજ કોર્પોરેટ સ્પોન્સરશીપ અંગેની વધુ માહીતી માટે જીતુ કોઠારી – 98250 76316, સુજીત ઉદાણી – 98246 50501 તથા જયેશ વસા – 98240 45601 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
અબતકની શુભેચ્છા મુલાકાત જીતુ કોઠારી, સુજીત ઉદાણી, સેજલ કોઠારી, વિભાશ શેઠ, હિતેષ મહેતા, નિતેશ ભાલાણી, ચિરાગ દોશી અને મેહુલ દામાણી ઉપસ્થિત રહ્યા હતા.
સુદાનથી માદરેવતન આવેલા જૈનો માટે વિશેષ બુકીંગ સેન્ટર ની સુવિધા
સીઝન પાસ હોલ્ડર ખેલૈયાઓ માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બુકીંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જયાં દિન-પ્રતિદિન ખેલૈયાઓ ની સંખ્યા સતત વધી રહેલી છે. આ ઉપરાંત હાલમાં સુદાનમાં થયેલ કટોકટીની પરિસ્થીતીમાં રાતોરાત દેશ છોડી પોતાના માદરેવતન ભારત આવી રાજકોટ માં હાલમાં સ્થાયી થયેલા જૈન પરિવારો પોતાના જ્ઞાતીજનો સાથે નવલા નોરતાની ઉજવણીમાં સહભાગી બને તેવા શુભ હેતુ થી સુદાન ના જૈનો માટે એક સ્પેશ્યલ બુકીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ગેલેકસી સાયકલ, 6 સીલ્વર આર્ક માલવીયા પેટ્રોલ પંપ પાસે, ગોંડલ રોડ ખાતે અનીષભાઇ વાધર પાસેથી સુદાનથી આવેલા જૈન ખેલૈયાઓ પોતાનો સીઝન પાસ મેળવવા માટે તા. 2 ઓકટોમ્બર થી 5 ઓકટોમ્બર સુધી સંપર્ક કરી સીઝન પાસ માટેના ફોર્મ મેળવી તથા આ ફોર્મ ભરીને પરત કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
કામદાર જૈનમ નવરાત્રી મહોત્સવ 2023 ના સીઝન પાસ મેળવવા માગતા ખેલૈયાઓએ છેલ્લી બુકીંગ તા. 7 ઓકટોબર સુધીમાં નિયત કરેલા બુકીંગ સ્થળો ઉપર થી ફોર્મ મેળવી, પરત કરી સીઝન પાસ અત્યારથી જ અંકે કરવા જૈનમ પરિવાર દ્રારા તમામ સીઝન પાસ હોલ્ડર ખેલૈયાઓને અનુરોધ કરવામાં આવ્યો છે. તા. 7 ઓકટોબર બાદ સીઝન પાસ માટે ફોર્મ સ્વીકારવામાં આવશે નહી તેમ એક યાદી માં જણાવવામાં આવ્યું છે.