- ડો. હેડગેેવારજી દ્વારા ગુરૂ પુનમનું મહત્વ વર્ણવાશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની પ્રત્યેક શાખામાં વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન ધ્વજ પૂજન અને ગુરુદક્ષિણા કાર્યક્રમનું આયોજન થાય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં કોઈ વ્યક્તિને બદલે ભગવા ધ્વજને ગુરુ માની તેનું પૂજન કેમ કરવામાં આવે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવકો કોઈ વ્યકિતને બદલે ભગવા ધ્વજને જ પોતાના માર્ગદર્શક અને ગુરૂ માને છે. જયારે સંઘના સ્થાપક ડો. હેડગેવારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી ત્યારે અનેક સ્વયંસેવકો ઈચ્છતા હતા કે સંસ્થાપક ના નાતે તેઓ જ આ સંગઠનના ગુરૂ બને. આ આગ્રહ છતા ડો. હેડગેવારજીએ હિન્દુ સંસ્કૃતિ જ્ઞાન, ત્યાગ અને સંન્યાસનાં પ્રતિક ભગવા ધ્વજને જ ગુરૂ ના રૂપમાં પ્રતિષ્ઠીત કરવાનો નિર્ણય કર્યો. હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે વ્યાસ પૂર્ણિમામાં ગુરુપૂર્ણિમાના દિવસે સંઘસ્થાને એકત્રીત થઈ સેો સ્વયંસેવકો ભગવા ધ્વજનું વિધિવત પૂજન કરે છે અને ગુરુદક્ષિણા કરે છે. તેના મુખ્ય બે ઉદ્દેશ છે પ્રથમ પ્રાચીન ભારતની એ ગુરુ શિષ્ય પરંપરાને આગળ વધારવી જેમાં શિક્ષણ પૂર્ણ થયા બાદ તમામ શિષ્ય આદર અને કૃતજ્ઞતા ભાવથી પોતાના ગુરુને યથાશક્તિ દક્ષિણા આપતા હતા આમાં ધન કરતા કૃતજ્ઞતા નું મહત્વ વધારે હોય છે ગુરુપૂજન કાર્યક્રમ ઉજવવામાં આવે છે
- ગુરૂ દક્ષિણા કાર્યક્રમની અવધરણ
ગુરુદક્ષિણા કાર્યક્રમની અવધરણ સંઘના પ્રારંભિક કાળમાં જ થઈ હતી. તેના મુખ્ય બે ઉદેશો હતા પ્રથમ સંગઠનના વિસ્તાર માટે સંગઠનની અંદરથી જ ધન વ્યવસ્થા કરવી. અને બીજું એવું સ્થાપિત કરવું કે સંઘમાં ભગવો ધ્વજ સર્વોચ્ચ ગુરુ છે સમયાંતરે ગુરુદક્ષિણા કાર્યક્રમ જે સ્વયંસેવકોસંઘ શાખામાં નિયમિતપણે આવી શકતા નથી તેમને વર્ષમાં એક વાર સંઘ સાથે જોડવાનું સશક્ત માધ્યમ બની ગયો.
સમયની સાથે અનેક સ્વયંસેવકો જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં સંઘના પ્રમુખ સંગઠનોમાં કામ કરતા કરતા દેશભરમાં ફેલાઈ ગયા ત્યારે એવા સ્વયંસેવકો માટે સંઘ કાર્યાલય કે પછી અન્ય સભા ગારમાં અલગથી ગુરુદક્ષિણા કાર્યક્રમનું આયોજન થવા લાગ્યો .પ્રશાસન પત્રકારિતા,ચિકિત્સા વગેરે જેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નો ગુરુદક્ષિણા માટે સુવિધા અનુસાર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે 6 ઉત્સવોનું આયોજન કરે છે. તેમાં ગુરૂપૂજન પણ અનેક દ્રષ્ટિએ મહત્વનું છે.
- ભગવા ધ્વજને જ ગુરૂ નો દરજ્જો કેમ,?
એડવાન્સ કલર થેરાપી મુજબ ભગવો રંગ સમૃદ્ધિ અને આનંદનું પ્રતિક હોય છે આ રંગ આખો ને અપૂર્વ રાહત અને શાંતિ આપવાની સાથે સાથે માનસિક સંતુલન અને કૃત પર નિરંતર કરી પ્રસન્નતાને વધારે છે
જ્યોતિષશાસ્ત્રમાં ભગવોરંગ બહુ સપતી ગૃહ નો રંગ છે. તે જ્ઞાનને વધારે છે. અને આધ્યાત્મિકતાનો પ્રસાર કરે છે ભગવો પવિત્ર રંગ છે અને યુગોયુગોથી આપણા ધાર્મિક આયોજનોમાં સાધુ-સંતોના પોશાકમાં તેનો પ્રયોગ થતો આવ્યો છે આપણા પૂર્વજો ભગવા ધ્વજ સમક્ષ નત મસ્તક થતા આવ્યા છે. સૂર્યમાં વિદ્યામાંન આગ અને વૈદિક યજ્ઞની વેદોમાંથી પ્રગટ થતી આગ પણ ભગવા રંગનીની હોય છે
સંઘની સ્થાપના 19રપ ના દીવસે થઈ. ત્રણ વર્ષ બાદ સંઘે 19ર8 માં પ્રથમ વખત ગુરૂપૂજન નુ આયોજન કર્યું હતુ. ત્યારથી માંડી આજદિન સુધી આ પરંપરા અબાધ રીતે ચાલતી આવી છે અને ભગવોધ્વજ સંઘમાં સર્વોચ્ચ સ્થાને બીરાજે છે.
કેસરીયા ધ્વજ ને જ સંઘે સર્વોચ્ચ સ્થાન કેમ આપ્યુ ? તે પ્રશ્ન અનેક લોકો માટે આજે એક કોયડો સમાન છે. ભારત સહીત અન્ય દેશોમાં પણ એવા અનેક ધાર્મિક, આધ્યાત્મીક સંગઠનો છે જેઓના સંસ્થાપકો જ ગુરૂ માની તેમનું પૂજન કરવાની પરંપરા છે. ભકિત આંદોલનની સમૃદ્ધિ પરંપરા દરમ્યાન અને આજે પણ કોઈ વ્યકિતને ગુરૂ માનવા એ સામાન્ય બાબત છે. પરંતુ આ પરંપરાથી હટી સંઘમાં ડો. હેડગેવારજીની જગ્યાએ ભગવા ધ્વજને ગુરૂ માનવાનો વિચાર વિશ્વનાં સમકાલીન ઈતિહાસની અનોખી પહેલ છે. જે સંગઠન વિશ્વનું મોટુ સંગઠન બની ગયુ છે. તેનું સર્વોચ્ચ પદ જો એક ધ્વજને પ્રાપ્ત થયુ છે તો તે એક ચોકકસપણે ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો વિષય છે.
આમ ભગવા ધ્વજ નીચે સંઘ પરિવારના ભગિનીસંસ્થાઓ ના સ્વયંસેવકો શિક્ષિત થઈ સફળ સંગઠન ઊભું કરી રહ્યા છેઅને અનેક શિક્ષિત સ્વયંસેવકો દેશ માટે અને હિન્દુ સમાજ માટે અપરણિત રહી પ્રચારકો તરીકે નીકળ્યા છે તેમજ શિક્ષિત સ્વયંસેવકો દેશનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. અને આજે વિશ્વમાં ભારતનું નામ રોશન કરેલ છે. અને વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિનો ડંકો વાગેલ છે