રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૨૭ સપ્ટેમ્બર, ૧૯૨૫ના રોજ દશેરાના દિવસે થઈ હતી. ત્યારથી આજદિન સુધી દર વર્ષે દશેરા પૂર્વે પથ સંચલનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટમાં રવિવારે શહેરમાં ૯૬ શાખા અને ઉપશાખાના સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ રીતે બેન્ડ અને ઘોષના નાદ સાથે પથસંચલન કર્યું હતું. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે પથસંચલનમાં પૂર્ણ ગણવેશ સાથે જોડાયેલા સ્વયંસેવકોનું અનેક સંસ્થા અને લોકોએ અભિવાદન કર્યું હતું અને દશેરાના દિવસે પણ આર.એસ.એસ.દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે તેમ જાણવા મળ્યું હતું.
રાજકોટમાં આર.એસ.એસ.નું વિરાટ સંચલન
Previous Articleકેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ…
Next Article આ ઓફર ફક્ત ૨૦ સપ્ટેમ્બર સુધી લાગુ