રાજ્યમાં ફરી એકવાર શિક્ષકો સરકારની સામે બાંયો ચઢાવવાના મૂડમાં છે, આગામી સમયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની પડતર માંગોને લઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 9મી ડિસેમ્બરે સરકારની સામે રાજ્યભરમાં પદયાત્રા યોજીને મહાપંચાયત કરશે, જેમાં પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવશે. ખાસ વાત છે કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પડતર માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે

પરંતુ ઠરાવ હજુ સુધી પસાર કરવામાં આવ્યો નથી.આગામી 9મી ડિસેમ્બરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. પોતાની પડતર માંગણીઓ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખુલ્લો વિરોધ નોંધાવશે. 9મી ડિસેમ્બરે રાજ્યભરમાં પદયાત્રા કરશે અને બાદમાં મહાપંચાયત કાર્યક્ર્મનું આયોજન કરશે. આ આંદોલનમાં રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં શિક્ષકો જોડાશે, આ આંદોલનમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારી અને સંચાલકો જોડાશે. અલગ-અલગ જિલ્લાઓમાં પદયાત્રા અને મહાપંચાયત કરી આ વિરોધ નોંધાવશે. પડતર માંગણીઓ સ્વીકારાઇ ગઇ છે, પરંતુ હજુ સુધી કોઇ ઠરાવ પસાર ના કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આંદોલનના માર્ગે પડ્યો છે. જ્ઞાન સહાયક શિક્ષક યોજના, જૂની પેન્શન યોજનાનો લાભ, ગ્રાન્ટ વધારો, કર્મચારીઓને બદલીના લાભ સહિતની બીજી કેટલાય પડતર માંગણીઓ છે, જેનો વિરોધ કરશે. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.