સંત-સતીજીઓની કાશી સ્થિત બનારસ હિન્દુ યુનિવર્સિટી અને પાર્શ્ર્વનાથ વિદ્યાપીઠમાં જ્ઞાન સાધના
જ્ઞાન એ જ આપણું મૂળ છે, બળ છે, આધાર છે અને જીવન છે, આ ભાવોની પ્રેરણા આપતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબઆદિ ૪ સંતો એવમ્ ડો. પૂ. ડોલરબાઈ મ., પૂ. પૂર્ણાબાઈ મ., નવદીક્ષિતોઆદિ૩૭ મહાસતીજીઓમહાનગર કોલકાતામાં જ્ઞાનગંગામય ચાતુર્માસમાં અનેક આત્માઓનાં ચૈતન્યને જાગૃત કરી, ૩-૩ પુણ્યાત્માઓનો દિવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન કરી, ૨૦-૨૦ તીર્થંકરોની નિર્વાણ ભૂમિ શ્રી સમ્મેત શિખરજીની સ્મૃતિ યાત્રા કરી, ભગવાન મહાવીર કેવળજ્ઞાન ભૂમિ ઋજુવાલિકા, રાજગૃહી, પાવાપુરી, નાલંદા, બોધગયા આદિ ક્ષેત્રોની સ્પર્શના કરી, પધાર્યા તે પરમાત્મા પાર્શ્વનાથની જન્મભૂમિ કાશી ગામની વારાણસી નગરીમાંજ્યાં શાશ્વતી પવિત્ર ગંગા સાથે જ્ઞાનની ગંગા વહેવા લાગી.દેશ-પરદેશથી પધારેલા લુક એન લર્ન જૈન જ્ઞાનધામના દીદીઓની આત્માધ્યાન શિબિર સાથે નિત્ય પ્રવચન, આગમ વાંચના, સત્સંગ અને ભક્તિ આદિમાં જૈન-અજૈન નગરજનો પણ કંઈક નવું અને કંઈક અનોખું જાણવાના ભાવ સાથે જોડાયાં હતાં.
પરમાત્મા પાર્શ્વનાથના શુભ અને પોઝિટિવ પરમાણુઓથી વ્યાપ્ત વાયુમંડળ સાથે નિર્મળ અને શાંત પવિત્ર ગંગા નદીના તટે, પરમ ગુરુદેવ ૪૧ ૪૧ સર્વ સંત-સતીજીઓને ધ્યાન સાધના, ’સ્વ’ નો સ્વાધ્યાય, અને શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરાવી, એમાં રહેલા એક-એક સિક્રેટ્સ અને ભાવાર્થને સમજાવી, એમનાં વૈરાગ્ય ભાવોને દ્રઢત્તમ કરેલ. હિતશિક્ષાઓ અને પ્રેરક બોધ વચનો ફરમાવી ૫ વર્ષની, ૩ વર્ષની,૨ વર્ષની, ૧ વર્ષની અને માત્ર ૨ મહિનાની નવદીક્ષિતઓના સંયમ જીવનનું અનન્ય ઘડતર કરેલ.સોનામાં સુગંધ ભળે એમ જ્ઞાનપિપાસુ આત્માઓને યોગ થયો બનારસ હિંદુ યુનિવર્સિટીનો અને એમાં રહેલા ઇંગ્લિશ, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત આદિ ભાષાઓના હજ્જારો પુસ્તકોનો.
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ્ઞાનવૃદ્ધિકર પુસ્તકોની લાઇબ્રેરીમાં જ્ઞાન આરાધના, સંશોધન, જ્ઞાનાભ્યાસ અને સાથે સાથે સમજ અને આત્મચિંતન… અગત્યના પોઇન્ટ્સની નોંધ કરવી, ન સમજાતા સૂત્રોનું પરમ ગુરુદેવ પાસેથી સમાધાન પ્રાપ્ત કરવું, એ જ સર્વ સંત-સતીજીઓનું લક્ષ્ય અને સાધના બની.વારાણસી સ્થતિ પાર્શ્વનાથ વિદ્યાપીઠમાં જૈનીઝમના હજારો હજારો પુસ્તકોનું નવદીક્ષિત સંતો એ જ વિદ્યાપીઠમાં રહીને જ્ઞાનનો અભ્યાસ કરી રહ્યાં છે. ત્યાં રહેલા એક એક પુસ્તકોનું વિહંગાવલોકન કરીને સ્વયંની જ્ઞાન રૂચિને વધારે દ્રઢ બનાવી રહ્યાં છે. આ શ્રુતજ્ઞાન મહાયજ્ઞમાં પાર્શ્વનાથ વિદ્યાપીઠમાં ઓમ પ્રકાશજીની સહાય, સંત-સતીજીઓની વૈયાવચ્ચ અને શાતા પમાડવાની ભાવના પ્રશંસનીય હતી. પરમ ગુરુદેવ પાસેથી એમને પાર્શ્વનાથ વિદ્યાપીઠનો વિકાસ કરવા માટેનું અને ત્યાં કેવી નવી-નવી પ્રવૃત્તિઓ કરવી તેનું માર્ગદર્શન પ્રાપ્ત થતાં તેઓ કૃતાર્થ થયાં હતાં.રાષ્ટ્રસંત પરમ ગુરુદેવનો કાલથી કાનપુર, આગ્રા, દિલ્હી તરફનો વિહાર શરૂ થશે.