પૂ. ગુરૂદેવ કોઇ આત્માના દેહાંત બાદ સદગતના પરિવારજનોને દેહ અને આત્માનુ ભેદ જ્ઞાન સમજાવી હિંમત, હુંફ અને આશ્વાસન આપવાનુ અનોખુ કાર્ય કરે છે

જિનવાણીનો રણકાર સતત થતો હોય,તા….દેવ, તા દેવ દિજ્જં બોહિના ગગનભેદી નાદ સંભળાતા હોય,સાડા ત્રણ કરોડ રોમ રાય ઝંકૃત થતાં હોય,ઘેઘુર અને મીઠો મધુરો અવાજ આવતો હોય તો સમજી લેવું કે પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.નો ધાર્મિક કાયેક્રમ ચાલી રહ્યો છે.છેલ્લા થોડા દાયકાઓથી માત્ર મહારાષ્ટ્ર કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સૌ – રાષ્ટ્રમાં વસતા ભાવિકોને ભાવિત અને પ્રભાવિત કર્યા છે. એટલે જ અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી કહે છે કે પૂ.નમ્રમુનિ મ.સા.ગોંડલ સંપ્રદાય જ નહીં પરંતુ જિન શાસનનું ગૌરવ છે.ગોંડલ સંપ્રદાયના તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ની જેઓને અનન્ય કૃપા પ્રાપ્ત થયેલી છે તેવા પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.નો ૫૦ મો જન્મોત્સવ પરમોત્સવ ત્રિદિવસીય તા.૨૫,૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના રોજ ઉજવાશે.

પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સમાજના બહોળા હિતમાં કાંઈક નવું કરશે અને સરળતાથી કરી શકશે એવી ભાવિકોને અપાર શ્રદ્ધા છે. પૂ.ગુરુદેવે લિજ્જત અને ઈજ્જતથી સાત સમદંર પાર પણ જિન શાસનનું નામ ઉજ્જવળ કર્યું છે.તેઓની શુભ પ્રેરણાથી વિદેશોમાં પણ અનેક માનવતાના,સેવા સહિત જ્ઞાન યજ્ઞ સુંદર ચાલી રહ્યાં છે. ગુરુ ભક્તો કહે છે કે પૂ.ગુરુદેવમાં અમોએ જોયું છે કે તેઓશ્રી જે છે એને સ્વીકારવા કરતાં વધુ સારૂ શું થઈ શકે છે એના ઉપર વિચાર કરી પરિણામ મેળવી કમાલ કરે છે. તેઓ એકની એક બાબત કયારેય રિપીટ કરતાં નથી.પૂ.ગુરુદેવે જિન શાસન માટે સતત અને સખત પુરુષાથે કરી પોતાની આગવી અને અનોખી ઓળખ પ્રસ્થાપિત કરી છે.જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્દસ્ય કમલેશભાઈ શાહ તથા રાજકોટ બાર એસોસિએશનના પૂવે પ્રમુખ અનિલભાઈ દેસાઈએ જણાવ્યું કે પૂ.ગુરુદેવના મુખમાથી નીકળતી અલૌકિક વાણી સાંભળતા જ પ્રતિતી થયા વગર રહે નહીં કે આ કોઈ સામાન્ય વાણી નથી પરંતુ અનુભૂતિના ઊંડાણમાંથી નીકળેલી વાણી છે.પૂ.નમ્ર મુનિ મ.સા.માં કંઈક નવું અને પોઝીટીવ કરવાની  આભા ખરેખર નોખી – અનોખી છે.

મુંબઈના મંદાબેન શેઠ, રાજકોટના જયશ્રીબેન શાહ,યોગનાબેન મહેતા,અમીબેન દોશી વગેરે મહિલા અગ્રણીઓ કહે છે કે ગુરુદેવ,સમાજને જે જોઈએ છે એ પીરસે છે.તેઓમાં જક્કી પણું નથી,પરંતુ તેઓમાં સરળતા ભારોભાર નીતરે છે.તેઓને જિન શાસન પ્રત્યે દાઝ છે.ચતુર્વિધ સંઘની સેવા કાજે સૌને સદા તત્પર રહેવા સદ્દબોધ આપે છે. પૂ.ગુરુદેવ પણ કહે છે,સરળતા છે ત્યાં જ ધમેનો વાસ છે. બીજાને જે શ્રેષ્ઠ ગણે છે તે સવે શ્રેષ્ઠ બને છે.

જન્મોત્સવ – પરમોત્સવના પાવન અવસરે પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.ને વંદન સહ અભિનંદન.પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.જયાં – જયાં પધારી પ્રભુ બોધ આપ્યો તે ભૂમિ,તે ક્ષેત્ર સમય જતાં પારસધામ,પાવન ધામ, પરમધામ તરીકે સુવિખ્યાત બન્યાં. પૂ.ગુરુદેવની શુભ પ્રેરણાથી નિમોણ પામેલ ધાર્મિક સંકુલો. ઉવસગહરં સાધના ભવન – રાજકોટ, પારસધામ,ઘાટકોપર મુંબઈ, પાવનધામ,કાંદિવલી મુંબઈ, પારસધામ, કોલકત્તા,પરમધામ – પડઘા મહારાષ્ટ્ર, પારસધામ – વડોદરા, પારસધામ – જામનગર, પારસધામ – અમદાવાદ  વગેરે ધાર્મિક સંકુલો નિર્માણ પામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.