‘અબતક’ની મુલાકાતમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિના આગેવાનોએ કાર્યક્રમની આપી વિગતો
સ્વતંત્ર ભારત આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને આઝાદીકા અમૃત મહોત્સવ દરમિયાન પ્રજાસત્તાક પર્વની પણ ભવ્યાતિ ભવ્ય ઉજવણી આયોજન થયું છે ત્યારે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાજકોટમાં હમ સબ એક હૈ નો સૂત્ર સિદ્ધ કરવા અને દેશમાં પ્રસરેલી ભાગલાવાદી ભાવનાને દૂર કરવા રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સંપૂર્ણપણે બિન રાજકીય રીતે યોજાનારી આ યાત્રા અંગે અબતકની મુલાકાતે આવેલા રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિના ભાવિનભાઈ સોની કલ્પેશભાઈ ગમારા જીતેશભાઈ રાઠોડ કાનાભાઈ કુબાવત રમેશભાઈ ત્રિવેદી ધ્રુવભાઈ કુંડેલ કિશનભાઇ સોહલા વિશાલભાઈ કવા આશિષભાઈ જાગૃતીબેન ખીમાણી કરુણાબેન સોમૈયા હીનાબેન ગોકાણી પ્રીતિબેન પટેલ નિમિષાબેન બોલિયાણા અને ભાવનાબેન કરેલો એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં ગૌરવ યાત્રા થી રાષ્ટ્રભાવના નો માહોલ ઉભો કરવાના પ્રયાસો માં સહકારની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
26મીના સવારે 9.30 વાગ્યાથી બાલભવનના મુખ્ય ગેટ પાસેથી યાત્રાનું પ્રસ્થાન થશે. જે વિવિધ વિસ્તારોમાં ફરી રામનાથપરા ખાતે સમાપન થશે. આ યાત્રામાં ભારત માતાનો મુખ્ય ફ્લોટ, શહીદ કુટીર તથા 251 ફૂટ લંબાઇ ધરાવતો રાષ્ટ્રધ્વજ રહેશે. જેને ચાલીને સમગ્ર રૂટમાં લઇ જવામાં આવશે. આ યાત્રામાં ભારત માતા તેમજ અલગ અલગ સ્વતંત્રતા સેનાનીઓના જીવંત પાત્રો પણ રહેશે. યાત્રાની પુર્ણાહુતી બાદ સમુહ ધ્વજ વંદન, સમૂહ રાષ્ટ્ર ગાન, શહીદોને સમૂહ શ્રધ્ધાંજલી તેમજ ભારત માતા પુજનનો કાર્યક્રમ રહેશે.
જાહેર યાત્રામાં નારી શક્તિનું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પુરૂષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી શકે છે તે બતાવવા બહેનો પણ બાઇક લઇને તથા ચાલીને મોટી સંખ્યામાં જોડાશે. સમગ્ર રૂટ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ પર દેશભક્તિના ગીતો પર રાષ્ટ્રપ્રેમીઓ જૂમશે. યાત્રાનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પોથી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે.
હિન્દુ સ્વરાજ ગ્રુપ, જયશ્રીરામ સેના અને બહેનોમાં ધર્મ કાર્ય ચાલુ છે. રઘુવંશી ફ્રેન્ડસ લેડીસ ક્લબ હેવ વિથ હેપી નેસ ગ્રુપ માલધારી સમાજ દ્વારા સ્વાગત કરાયું છે. શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન, જય અંબે ગરૂડ ગરબી મંડળ, રામનાથપરા વેપારી એસોસિએશન દ્વારા ગરૂડ ગરબી ચોક ખાતે સમગ્ર પુર્ણાહુતિ યોજાશે.
શ્રીબડા બજરંગ ફાઉન્ડેશન, હિન્દુસ્તાન સંરક્ષણ સંઘ, યુવા શક્તિ સેવા સંઘ, રાઇઝિંગ ઇન્ડિમયા ગ્રુપ, ઓમ સાંઇ સેવા ચે.ટ્રસ્ટ, જય અંબે ગરૂડ ગરબી મંડળ, કૃપા ફાઉન્ડેશન, કોઠારીયા નાકા મિત્ર મંડળ, નક્ષ ગ્રુપ, હિંદુ સ્વરાજ ગ્રુપ, જયશ્રીરામ સેના, રામ રાજ ગ્રુપ, હિન્દુ જાગરણ મંચ, બાબા સેવા દળ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, સોમનાથ મહાદેવ ગ્રુપ, કનૈયા ગ્રુપ બેડીપરા, રામાનંદી નવનિર્માણ સેના, મહાકાલ ગ્રુપ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, શિવ સેના, અખિલ ભારતીય યદુવંશી મહાસભા, પુરૂષાર્થ યુવક મંડળ ટ્રસ્ટ, દ્વારકાધીશ ગ્રુપ, જય રામનાથ મહાદેવ યુવા ગ્રુપ, સહકાર ગ્રુપ, જય શ્રી રામ ગ્રુપ જેવી અનેક વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાશે.