‘અબતક’ના બ્યુરો ચીફની મુલાકાત વખતે રેશ્મા પટેલની ભાજપ-કોંગ્રેસ અને પાસના માણસોનો ટેકો મળશે તેવી જાહેરાત કરી

ઉપલેટા તાલુકાના ‘અબતક’ બ્યુરો ચીફની મુલાકાતે આવેલા એક સમયે પાસના નેતા અને હાલ ભાજપના તેવર નેતા રેશ્મા પટેલે ભાજપને તમામ રીતે ભરી પીવાની વાત કરી હતી. લોકસભાની સાથે-સાથે માણાવદર ધારાસભાની પેટાચુંટણીમાં પણ પોતે ઝંપલાવશે તેવી જાહેરાત કરી હતી. દેશના ચુંટણીપંચ દ્વારા લોકસભાની ચુંટણીની જાહેરાત થયાના દિવસો બાદ ભાજપ અને કોંગ્રેસના અસંતોષી અને બાગીઓ પોત-પોતાની ગોઠવણમાં લાગી ગયા છે ત્યારે થોડાક સમયથી એક સમયના પાસના હોનહાર મહિલા નેતા અને બાદ ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલ ભાજપથી નારાજ થઈ ગયા છે. તેઓ અનેક વખત જાહેરમાં ભાજપની વિરુઘ્ધ બોલવામાં કોઈ કસર છોડી નથી.

ત્યારે ઉપલેટાના બ્યુરો ચીફની મુલાકાતે પધારેલા રેશ્મા પટેલે બ્યુરો ચીફ સાથેની વાતચીતમાં જણાવેલ કે, લોકસભાની ચુંટણીમાં પોરબંદર બેઠક લડવાની અગાઉ જાહેર કરી ચુકી છે, આ માટે જો છેલ્લા આઠ દિવસ થયા વિવિધ સમાજના માણસો અને આગેવાનોએ સંપર્ક કર્યા છે.

તેનો પ્રતિસાદ પણ સારો મળ્યો છે. આઠ દિવસમાં ૭૦૦ વધુ સરપંચોને પોસ્ટ મારફત મારી કામ કરવાની પઘ્ધતિ અને ગ્રામ્ય વિસ્તાર રૂધાયેલા વિકાસ માટે આપ સાથે મળી લડત લડીએ તેવું આહવાન પણ મેં કરેલ. આગામી દિવસોમાં હું ગ્રામ્ય વિસ્તારના લોકો અને સરપંચો તેમજ વિવિધ સામાજીક સંગઠન મંડળોને રૂબરૂ મળી તમારો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ તે વાત કરીશ.

વધુમાં રેશ્મા પટેલે જણાવેલ કે પોરબંદર લોકસભાની સાથે માણાવદર વિધાનસભાની પેટાચુંટણી પણ યોજાઈ રહી છે જો ભાજપ સિવાયના કોઈ પક્ષ સાથે મારું ગઠબંધન નહીં થાય તો ૬ ધારાસભા અને લોકસભાની બંને બેઠકો ઉપર લડીશ પણ ભાજપ સામે લડવામાં તમામ પ્રશ્નો એક સાથે તો કોઈ પણ સમાધાનના ભાગરૂપે એક બેઠક લડીશ. હાલમાં ભાજપના કાર્યકર્તાઓ મુંઝાઈ રહ્યા છે. મુળભુત ભાજપને બેઠો કરનારા કાર્યકર્તાઓ એકબાજુ ખુણામાં ધકેલાઈ ગયા છે તેનો અસંતોષ ઘણો છે તે ભાજપના આગેવાનો અને નેતાઓ જાણે છે. ધારાસભાની જેમ લોકસભામાં પણ ગુજરાતમાં ભાજપનો સફાયો થવાનો છે.

તેવું ભાજપના નેતાઓ જાણી ગયા છે એટલે તો તેઓએ કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપીને ભાજપમાં ભેળવી રહ્યા છે. હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કોઈ પોતાના અવાજ રજુ કરી શકતા નથી. માત્ર ગણ્યા ગાંઠયા લોકોને જ ભાજપમાં રાજ ચાલે છે. વધુમાં બ્યુરો ચીફ સાથે વાત કરતા જણાવેલ કે કોંગ્રેસ, ભાજપ અને પાસના અસંતોષ અનુભવી રહેલા નેતાઓએ પણ મારો સંપર્ક કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.