ગુજરાતમાં હાલ લોકસભાની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે પોરબંદર સીટ પર કોંગ્રેસ તથા ભાજપ સાથે મૂળ પાસના અને ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા મહિલા નેતાએ એનસીપીમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે ઉપરાંત જો કોઈ પક્ષ ટીકીટ ન આપે તો તેઓ અપક્ષ પણ લડશે તેવું મીડિયા સાથેની મુલાકાતમાં સ્પષ્ટ પણે જણાવેલ હતું.જેને લઈને હાલ તેઓ લોકસભા મતવિસ્તારમાં પ્રચાર-પ્રસાર અર્થે ધામાં નાખી વિવિધ આગેવાનો સાથે મુલાકાતો કરવાનું શરૂ કરેલ છે જેના ભાગરૂપે તેઓ ગઈ કાલે મૂળ કોંગ્રેસી અને પાલિકા સદસ્ય એડવોકેટ દિનેશ વોરાની ઓફિસે આવી પોહચ્યાં હતા.

ત્યાં તેઓએ દિનેશ વોરા સહિત વિવિધ આગેવાનો સાથે ચૂંટણી બાબતે વિચાર વિમર્શ કરેલ હતું. ઉપરાંત મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવેલ કે લોકોના અવાજ બનવું તેમાં તેઓને ખુશી મળે છે અને જો સતા સાથે હોય તો લોકપ્રશ્નોનું નિરાકરણ કરવામાં સરળતા રહે જેના ભાગરૂપ તેઓએ ચૂંટણી લડવાનું નક્કી કરેલ છે.

એક તરફ વસોયના ગઢ ગણાતા અને વસોયા લોકસભાના  મજબૂત કોંગી ઉમેદવાર હોવા છતાં ધોરાજીમાં રેશમાં પટેલે આવી વિવિધ કોંગી આગેવાનો સાથે મુલાકાત કરતા કોંગ્રેસની અંદરનો અસંતોષ ચરમસીમાએ પોહચ્યો છે જ્યારે આગામી સમયમાં રાજકીય છેત્રે અનેક નવા સમીકરણો રચાશે તેવી શક્યતાને પણ નકારી શકાય નહીં !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.