રેશમા અને વરૂણે આજે અમદાવાદમાં એક પ્રસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રેશમાં પટેલે પાસ કન્વીનર હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કરી તેને કોગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો અને સાથે જ રેશમાએ કહ્યું કે, હાર્દિક પટેલ અવાર-નવાર કોંગ્રેસ સાથે ગુપ્ટ મિટિંગ કરી રહ્યો છે. તે પોતાના ષડયંત્ર દ્વારા ગુજરાતનાં લોકોને ગુમરાહ કરી રહ્યો છે. પાટીદાર સમાજે પોતાના ભલા માટે હાર્દિકથી છેડો ફાડી દેવો જોઇએ તે પાટિદાર સમાજનો દુરઉપયોગ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ અમારી તમામ માગણીઓ સ્વીકારી લીધી છે. રેશમા પટેલે પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં એજન્ટોથી અમે ડરતા નથી તથા હાર્દિક પટેલ પાટીદાર સમાજને ગુમરાહ કરી રહ્યો છે. જોકે, પત્રકાર પરિષદ દરમિયાન હોબાળો થતા વરૂણ પટેલ પોતાનું નિવેદન આપી શક્યો નહતો.પાટીદાર સમાજનાં યુવાનો દ્વારા જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા બાદ હોબાળો થતા શબરી હોટલના માલીકે અધવચ્ચે પ્રેસ કોન્ફરન્સ અટકાવી હતી, પ્રેસ કોન્ફરન્સ અટકાવનાર યુવકોને રેશમાંએ કોગ્રેસના એજન્ટો કહ્યા હતાં. બાદમાં ઘટના સ્થળ પર પોલીસ આવી પહોચી હતી અને સ્થિતિ પર કાબુ મેલવ્યો હતો.