દેશભરના 187 આચાર્યો સહિત બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત
સપ્તમ દીઠ શ્રીમદનમોહન લાલજી હવેલી લક્ષ્મીવાડીમાં આચાર્ય ગૌ. શ્રી વ્રજેશકુમારજી મહારાજનાં પૌત્ર ચિ. ગૌ. રશેષકુમારનો યજ્ઞોપવિત સંસ્કાર ‘ચૌલ સંસ્કાર’ (મુંડન વિધી) સાથે આરંભ થયો હતો પુરોહિત દ્વારા વેદમંત્રો સાથે ક્રમશ: વિધી ચલાવાઇ હતી. આ પ્રસ્તાવ પ્રસંગે દેશભરમાં બિરાજતા વૈષ્ણવાચાર્યોને નિમંત્રણ કરાયુ: હોઇને પુષ્ઠિમાર્ગની સાત પીઠ સહીત પ્રધાનપીઠ નાથદ્વારા મળી આઠે આઠ ગાદીના અધિપતિ આચાર્યઓ એક સાથે બિરાજમાન હોય એવી વિરલ અને ઐતિહાસિક ઘટના આજના પ્રસ્તાવમાં બની હતી. એક સાથે 187 જેટલા વલ્લભકુલ આચાર્યો અને જનાના સ્વરુપોની ઉ5સ્થિતિથી દિવ્યતા સર્જાઇ હતી. વૈષ્ણવો ભાવ વિભોર થયાં હતા.
આચાર્યઓના મહાભોજ સાથે વિધિ પૂર્ણ થતા સપ્તમપીઠ દ્વારા સાંપ્રદાયીક વિધિ પ્રમાણે વિશેષ ભેટ કરી સૌને વિદાઇ અપાઇ હતી.
રાત્રિ કાલિન સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં વ્રજ કામવનના પ્રસિઘ્ધ કિર્તનકાર સાથે વ્રજ ભાષાના અષ્ટછાટ ર્કિત્નનો ભાવપૂર્ણ અર્થોની વિવેચનાપૂર્ણ સમજ અપાઇ હતી. આજ પ્રસ્તાવ પંડાલમાં રસરાજ પ્રભુને છપ્પન ભો પણ યોજાયો હતો.