નવરાત્રીમાં રેશ્મા પટેલ ઉપસ્થિત રહી ખેલૈયાઓ સાથે રાસ ગરબા રમ્યા
કેશોદમાં સદ્ભાવના ટ્રસ્ટ હરતું ફરતું શ્રવણ ટીફીન રથના લાભાર્થે આવકાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ પ્રસ્તુત ઓમ ગ્રુપ આયોજીત થનગનાટ નવરાત્રી મહોત્સવમાં કેશોદ પ્રેસ કલબ પ્રમુખ પ્રકાશભાઈ દવે તથા પ્રેસ કલબ ઉપપ્રમુખ ગોવિંદ હડિયા તથા સહિતના આયોજકો દ્વારા સદ્ભાવના ટ્રસ્ટ તથા હરતું ફરતું શ્રવણ ટીફીન રથના લાભાર્થે થનગનાટ નવરાત્રી મહોત્સવ ૨૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ રાજકીય સામાજીક આગેવાનો, અગ્રણીઓ, વેપારીઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તન-મન-ધનથી સાથ સહકાર આપી રહ્યાં છે.
થનગનાટ નવરાત્રી મહોત્સવમાં આધુનિક સાઉન્ડની સંગાથે ઉત્તર ગુજરાતની સુપ્રસિધ્ધ લોક ગાયિકા પ્રર્થમાં આચાર્ય તથા અશોક તન્ના દ્વારા પ્રાચિત અર્વાચીન રાસ-ગરબા રજૂ કરી ખેલૈયાઓને નવરાત્રીનો અનોખો આનંદ કરાવી રહ્યાં છે. ત્યારે સોમવારે રાજકીય નેતા અને પ્રવકતા રેશ્મા પટેલ થનગનાટ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેલૈયાઓ સાથે મનમુકીને રાસ ગરબા રમી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સદભાવના ટ્રસ્ટના લાભાર્થે થનગનાટ નવરાત્રીનું આયોજન થયું છે જેમાં આયોજકો, ખેલૈયાઓ અને દર્શક અને દાતાઓ પણ સદકાર્યમાં સહભાગી બની સેવાકીય પ્રવૃતિ કરવા બદલ શુભકામના પાઠવી હતી. થનગનાટ નવરાત્રી મહોત્સવમાં દરરોજ નિર્ણાયકો દ્વારા પસંદગી થયેલા ખેલાડીઓને શિલ્ડ આપવામાં આવે છે.
સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા હરતું ફરતું શ્રવણ ટીફીન રથના લાભાર્થે યોજાયેલ થનગનાટ નવરાત્રી મહોત્સવમાં દરરોજ ખેલૈયાઓને શિલ્ડ ગીફટ આપવામાં આવે છે. દશેરાના દિવસે પસંદગી પામેલા ખેલૈયાઓને શિલ્ડની વિવિધ પ્રકારની ગીફટ તથા સોના-ચાંદીના સહિતના પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવશે માટે સદભાવના ટ્રસ્ટના લાભાર્થે યોજાયેલ થનગનાટ નવરાત્રી મહોત્સવમાં તન, મન, ધનથી વધુ સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.