‘અબતક’મીડીયાના સથવારે
અવનવા ગીતો – ગરબાં સાથે જાણીતા કલાકારો ખેલૈયાઓને ડોલાવશે: એસોસિએશનના હોદેદારો ‘અબતક’ના આંગણે
‘અબતક’મીડીયાના સથવારે ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્ર દ્વારા આગામી તા. ૧૧ ને શુક્રવારના રોજ રજવાડી દાંડીયા ગ્રાઉન્ડ ખાતે રાસ-ગરબાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટ્રાવેલ એજન્ટોના પરિવારો જાણીતા કલાકારોના સુર ઉપર મન મુકીને ગરબી ઝુમશે. ટ્રાવેલ એજન્ટોના પરિવાર માટે ફ્રી પાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ટાસ (ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્ર) દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ વાળી શેરીમાં કે.જી. ધોળકીયા સ્કુલની સામે આવેલા રજવાડી દાંડીયા ગ્રાઉન્ડ ખાતે ટ્રાવેલ્સ એજન્ટો માટે ખાસ તા.૧૧ ને શુક્રવારના રોજ સાંજે ૭.૩૦ કલાકે રાસ ગરબાના કાર્યક્રમનું કાર્યક્રમનું આદેશ ટ્રાવેલ્સ પ્રા. લી. ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ડીનરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. પાસ કલેકશન સેન્ટર તરીકે દિપકભાઇ રાઠોડ- દિપક ટ્રાવેલ્સ ૨૩-૩૩ ન્યુ જાગનાથ:, ઋષભભાઇ ગાંધી આગમ ટુર્સ-૧૪ પંચનાથ પ્લોટ-૩૦૧, જયેશભાઇ કેશરીયા, નીજ ટ્રાવેલ્સ, રર ન્યુ જાગનાથ, કલ્પેશભાઇ સાવલીયા સ્ટેલી ટ્રાવેલ્સ રહેશે. આ રાસ ગરબાના કાર્યક્રમમાં ટ્રાવેલ એજન્ટો માટે ફી પાસ રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે આદેશ ટ્રાવેલ્સના ગોપાલભાઇ અનડકટ, એસો. ના પ્રેસિડેન્ટ જયેશભાઇ કેશરીયા, વાઇસ પ્રેસીડેન્ટ દિપકભાઇ રાઠોડ, મનીષ સેજપાલ, નીરવ ટ્રાવેલ્સ આગમ ટુર્સના ઋષભભાઇ ગાંધી, બ્રિજેશભાઇ જોધપુરા, કૌશિકભાઇ ટાંક, બાદલભાઇ લુણાગરીયા, કૌશલ બાટવીયા, અમિત ઠકકર, ચિરાગભાઇ ધોરડા, જુલી લોઢીયા, કુણાલ કોઠારી, રોહીણી હિતેન્દ્ર અને કલ્પેશભાઇ સાવલીયા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.
તમામ ટ્રાવેલ એજન્ટ મિત્રો રાસ ગરબામાં જોઇડ તે માટે એસોસિએશનના હોદેદારોએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.