ખ્યાતનામ સીંગરોના સથવારે બીજા નોરતે ડોલ્યા ખેલૈયાઓ
‘અબતક’ રજવાડી રાસોત્સવનો ગઈકાલથી ધમાકેદાર પ્રારંભ થયો છે. બાલાજી હોલ, ધોળકીયા સ્કુલ નજીક આયોજીત આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ રમઝટ મચાવી રહ્યા છે.
પ્રથમ નોરતે ભારે વરસાદના કારણે ખેલૈયાઓ ઝુમી શકયા ન હતા. પરંતુ ગઈકાલે બીજા નોરતે રાસોત્સવને મનભરીને માણ્યો હતો.
ખ્યાતનામ સીગરોએ પણ એક થી એક ચડીયાતા ગીતો, ગરબા ગાઈ રાસ રસીયાઓને ગરબે રમવા મજબૂર કર્યા હતા. ટ્રેડિશીનલ પોશાકમાં સજજ અનેક યુવક યુવતીઓએ નવા સ્ટેપ રમી દર્શકોને પણ ખુશખુશાલ કર્યા હતા.
અમને અહી જ રમવાનું ગમે છે: વાણોદરિયા સ્વાતી
વાણોદરીયા સ્વાતીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે નવરાત્રી માટે કેટલા દિવસોથી ઉત્સુક હતા વરસાદને કારણે થોડુ મન પાછુ પડયું હતુ પરંતુ આજે વરસાદ નથી તો રમવા માટે ખૂબજ ઉત્સુક છીએ. અબતક રજવાડીનું આયોજન ખૂબજ સરસ છે. ગયા વર્ષે પણ અમે અહી રમવા આવ્યા હતા અહી અમને રમવાની ખૂબ મજા આવે છે. અહીના ગાયક કલાકારો પણ સારા છે. અમે નવરાત્રી પહેલા જ રમવાની પ્રેકટીશ કરેલ છે.
રજવાડી રાસોત્સવની સિલેકશન પધ્ધતિ અમને ખૂબ પસંદ: ચિરાગ પટેલ
ચિરાગ પટેલ (ખેલૈયા) એ અબતક સાથેની ખાસ વાતચીતમા જણાવ્યું હતુ કે વરસાદનો માહોલ છે. છતા અમે રમવા માટે ખૂબ ઉત્સાહી છીએ કાલે વરસાદ હતો તો બધા નરવસ થઈ ગયા હતા. આજે વરસાદ હોતતો રેઈનકોર્ટ પહેરીને ગરબે રમત અમે ટ્રેડીશ્નલ કપડા પહેરવા માટે આખા ગ્રુપએ ખૂબ મહેનત કરી છે. શિલેકશન કરવા માટે અબતક રજવાડીનું આયોજન અમને ખૂબજ ગમ્યું છે. સ્પર્ધા માટે આ વર્ષે થોડુ ટકકર વાળુ થશે કારણ કે બધા તૈયારીઓ સાથે આવ્યા છે.