મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયો બાળદિન: શિશુઓ અને બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં રજુ કર્યો સંપ્રદાયનાં શાસ્ત્રો આધારિત ‘અક્ષરપુરુષોતમના યોદ્ધા’ વિષયક સંવાદ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૭ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગત ગઈકાલે બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગઈકાલે બાળદિન ઉજવાયો હતો.
જેમાં ૭થી ૧૪ વર્ષની ઉંમર સુધીના૧૦૦થી વધુશિશુઓ અને બાળકોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પોતાની કાલીઘેલી ભાષામાં અક્ષરપુરુષોત્તમના યોદ્ધાથીમ પર સંવાદ અને નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. જેમ પૌરાણિક સમયમાં રાક્ષસો હતા તેમ આધુનિક સમયમાં આળસ, કુટેવ અને મોબઈલરૂપી મહારાક્ષસોએ બધાને જકડી લીધા છે. આવર્તમાન સમયના ભયંકર રાક્ષસથી કેમ છુટવું! આ માયા સામે કેમ લડવું! તેની સુંદર પ્રસ્તુતિ આ સંવાદ અને થીમ સોંગમાં કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને રાજી કરવા બાળકોએ વેકેશનના સમયગાળાનો સદુપયોગ કરી આ બાળદિનમાંયોજાયેલ કાર્યક્રમની તૈયારી છેલ્લા ૧૫ દિવસથી કરી રહ્યા હતા. જેની તૈયારી કરાવવામાં સંતો તેમજ ૫૦થી વધુ કાર્યકરોએજહેમત ઉઠાવી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આ અવસરે જણાવ્યું હતું કે, જેમ માતા બાળકને બહારથી શુદ્ધ કરે છે,તેમ સંત બાળકોમાં આંતરિક ગુણો ખીલવે છે, ભગવાન આપણી દૈહિક, માનસિક, અને આધ્યાત્મિક એમ સર્વ પ્રકારે રક્ષા કરે છે, ભગવાનની સ્મૃતિ એટલો સત્સંગ, બાકી બધો કુસંગ., સત્સંગનો પ્રકાશ કોટી સૂર્યના તેજ સમાન છે., મનુષ્યદેહ અને સત્સંગ બંને સાથે મળવા દુર્લભ છે., સત્સંગ અમુલ્ય છે, તેમાં એક પળ પણ નકામી ન જવા દેવી.