દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ગામમાંથી દુલર્ભ પ્રજાતિનુંવિજ વણીપાટ નામનું પ્રાણી મળી આવતા લોકોમાં કુતુહલ સર્જાયુ હતું. આ પ્રાણીએ શેરીના શ્ર્વાનોને ઘાયલ કરતા લોકોની ભીડ જામી હતી.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ગામે પરિશ્રમ શાળા પાસેના રહેણાંક વિસ્તારમાં બરડા જંગલમાંથી આવી ચડેલું અત્યંત દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતિના શેડયુલ-1 માં સમાવેશ પામેલ વિજ વણીપાટ પ્રાણી આવી પડયું હતું.
આ એકલા પ્રાણીને શેરીના શ્ર્વાનોએ હુમલો કરીને ઘાયલ કર્યુહતું. જેની જાણ સ્થાનીક લોકોએ એનીમલ લવર્સ ગ્રુપને કરતા એ.આર. ભટ્ટ તથા સ્વયસેવકોએ દોડી જઇને આ પ્રાણીનું રેસ્યુર કરીનેને તેને સલામત રીતે પ્રાથમીક સારવાર આપીને જંગલ ખાતાને સોંપ્યું હતું. જેમના દ્વારા આગળની સારવારની વ્યવસ્થા કરાઇ હતી. પ્રાણીને જોવા લોકો ઉમટયા હતા.