આપણે ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે આકાશમાં રહેલા આ ગ્રહો કેવા લાગતા હશે અને તેની તસ્વીરો આપણે ગુગલમાં જોઈ લેતા લઈએ છીએ પરંતુ છેલ્લા ઘણા સમયથી આકાશમાં નારી આંખે જોઈ શકાય તેવી ખગોળીય ઘટનાઓ ઘટી રહી છે ત્યારે ૨૮ માર્ચ અને શુક્રવારના રોજ ફરી એક વાર આકાશમાં રમણીય નજરો જોવા મળ્યો હતો જેમાં એક સાથે પાંચ ગ્રહોને અનેક સ્થળોએથી જોયા હતા.
કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના કોમ્પ્યુટેશનલ એસ્ટ્રોફિઝિસિસ્ટ કેમેરોન હમલ્સ અનુસાર, 24 માર્ચ શુક્રવારના અર્ધચંદ્રાકાર અને શુક્રના દુર્લભ જોડાણ પછીના થોડા અઠવાડિયા સુધી આવું અદ્ભુત સંયોજન જોવા મળશે. ત્યારે 28 માર્ચની રાત્રે સૂર્યાસ્ત પછી આકાશમાં પાંચ ગ્રહો એકસાથે જોવા મળ્યા હતા. બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને પણ આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે ચંદ્ર પર ઝૂમ કરીને લાઇનમાં જોવા મળતા પાંચ ગ્રહોનો વીડિયો પોસ્ટ કર્યો. સૂર્યાસ્ત પછી ધીમે ધીમે પાંચેય ગ્રહો આકાશમાં એક પંક્તિમાં દેખાવા લાગ્યા. જોકે આ દ્રશ્ય 30 મિનિટથી જોવામાં આવ્યું છે.
સૂર્યાસ્ત બાદ આકાશમાં પાંચ ગ્રહો એકસાથે જોવા મળ્યા હતા. આ અનોખા અને દુર્લભ નજારામાં મંગળવારે સાંજે 7.30 વાગ્યા પછી ચંદ્રની નજીકની રેખામાંથી મંગળ , બુધ , ગુરુ , શુક્ર અને યુરેનસ આકાશમાં દેખાવા લાગ્યા હતા. વૈજ્ઞાનિકોના મતે મંગળવાર પછી હવે આ ઘટના 2040માં જોવા મળશે. લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી. એક સાથે પાંચ ગ્રહોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.