સિંહ અને દીપડો એકબીજાના દુશ્મનો હોય ત્યારે આ ઘટનાથી સિંહણમાં થયા અનોખા માતૃત્વના દર્શન
જૂનાગઢના ગીર જંગલમાં બની વિરલ ઘટના બની છે. જેમાં એક સિંહણ પોતાના બચ્ચાની સાથોસાથ દીપડીનાબચ્ચાને પણ પ્રેમપૂર્વક ઉછેરી રહી છે. મોગલી નામની દીપડીના બચ્ચાનો રક્ષા નામની સિંહણ ઉછેર કરી રહી છે. સામાન્ય રીતે સિંહ અને દીપડો એકબીજાના દુશ્મનો હોય છે. ત્યારે આ ઘટનાથી સૌ કોઈ અચંબીત થયા સિંહણ પોતાના બચ્ચાની સાથોસાથ દીપડીના બચ્ચાને પાણી પીવા લઈ જાય છે. તેમજ સ્તનપાન પણ કરાવે છે. દીપડાનું બચુ છેલ્લા એક અઠવાડીયાથી સિંહણ સાથે હરે ફરે છે. અને આ સિંહણના બે બચ્ચા સાથે મસ્તી અને ધમાલ કરી રહ્યું છે આ બાબતથીગીરના પૂર્વ વિસ્તારની અદભૂત ઘટના સામે આવી છે. તેમજ સિંહણના અનોખા માતૃત્વના દર્શન થયા છે. વનવિભાગ વેસ્ટના ડીજીએપ ડો. ધીરજ મિત્તલના માર્ગદર્શન નીચે સ્ટાફ સિંહણ અને તેના બચ્ચાની દેખરેખ રાખી રહ્યો છે.