સામાન્ય રીતે કોઈ પણ મહિલા ટ્વીન્સને જન્મ આપતી હોય છે આ ઘટના આપણી આસપાસ બનેલી હોય છે પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિલાએ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો. આવી ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં આજે એક સગર્ભાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપતા તમામ દર્દીઓ અને તબીબોમા હર્ષની લાગણી જોવા મળી છે. હાલ માતા અને ત્રણેય બાળકોની તબિયત સ્વસ્થ હોવાનું પણ તબીબોએ જણાવ્યું છે. એક પુત્રી અને બે પુત્ર તથા માતા ને હાલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. સગર્ભાની ડિલવરી કરાવ્યા બાદ તબીબોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોને જન્મ આપનાર માતાનું નામ સીમા અનિલભાઇ વાઘીયા છે જેણે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. આ પ્રસંગથી તેના સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્રણેય બાળકો અને માતાની તબીયત તંદુરસ્ત છે. મહિલાએ એક પુત્રી અને બે પુત્રને જન્મ આપ્યો છે. હાલ માતા અને ત્રણેય બાળકોને હોસ્પિટલ દ્વારા ઓબ્ઝેર્વેશનમાં રાખવામાં આવ્યા છે. પ્રેગનન્સી દરમિયાન રાજકોટમાં આ ભાગ્યે જ જોવા મળતી ઘટના છે. સિવિલના કર્મચારીઓ અને ડોક્ટરોમાં પણ ખુશીનો માહોલ છે.
ગાયનેક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.મનિષા પરમારે જણાવ્યું હતું કે, સીમાબેનનું સિઝેરિયન દ્વારા ઓપરેશન થયું છે. જેમાં તેમણે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. સીમાબેન પહેલેથી જ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા હતા. પ્રસૂતિની પીડા થતા સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં એક સાથે ત્રણ બાળકોનો જન્મ થાય તેવા કેસ ભાગ્યે જ જોવા મળે છે.
મહિલાએ એક પુત્રી અને બે પુત્રને જન્મ આપતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકો અને માતા તંદુરસ્ત હોવાથી ડોક્ટરો પણ રાહત અનુભવી રહ્યાં છે. ઓબ્ઝેર્વેશન પિરિયડ પુરો થતા જ બાળકો અને માતાને રજા આપવા અંગે ડોક્ટરો દ્વારા વિચારણા કરવામાં આવશે. તો બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક સાથે ત્રણ બાળકોના જન્મ ભાગ્યે જ થતા હોય છે. ત્યારે હાલ સીમાબેને ત્રેલડાને જન્મ આપતા તેમના પરિવાર સાથે હોસ્પિટલના તબીબોમાં પણ હરખની ઘેલી દેખાઈ રહી છે.