અબતક, રાજકોટ:
ગુજરાતના બે સ્થળોએ દુર્લભ પક્ષીઓએ આકર્ષણ જમાવ્યું છે. જેમાં બાવળા પાસે સફેદ ગળાવાળું કિંગફિશર અને જામનગરમાં યુરોપનું મ્યુટ સ્વાન નામનું પક્ષી જોવા મળ્યું છે. આ પક્ષીઓની તસવીરો ફોટોગ્રાફરોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.
બાવળા પાસે સફેદ ગળાવાળું કિંગફિશર અને જામનગરમાં યુરોપનું મ્યુટ સ્વાન નામનું પક્ષી જોવા મળ્યું
વિશ્વ વિખ્યાત ખીજડિયા પક્ષી અભ્યારણ્ય અને સચાણા તેમજ ઢીંચડા તળાવ- રણમલ તળાવ, વિભાપર જેવા અનેક વિસ્તારોમાં 350 થી વધુ પ્રકારના દેશ વિદેશના પક્ષીઓનું આવા ગમન થતું રહે છે. રવિવારના સાંજે જામનગરના જાણીતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર યશોધન ભાટીયા, બર્ડ વોચર આશિષ પાણખાણિયા, અંકુર ગોહિલ, ઢીચડાના તળાવ ખાતે પક્ષીઓની ફોટોગ્રાફી કરી રહ્યા હતાં તે દરમિયાન યશોધન ભાટિયાના કેમેરામાં ભારતમાં અલભ્ય કહી શકાય તેવું ઉતર યુરોપખંડનું વતની અને સમશીતોષણ વિસ્તારોમાં માળા કરતું આક્રમણ ગણાતું પક્ષી નજરે પડતા આશ્ર્ચર્ય ફેલાયું હતું કારણ કે, આ પક્ષી ભારતમાં જોવા મળતું નથી. મારા યુરોપીથ ખંડો અમેરિકા, કેનેડામાં સહજતા થી જોવા મળે છે. જાણકારી મુજબ આ પક્ષી દક્ષિણ એશિયામાં કયાંય જોવા મળતું ન હોય જામનગરની ભાગોળે આવેલા આ તળાવમાં જોવા મળતા આ સમગ્ર ભારતનો એક રેકોર્ડ બની રહે તો નવાઈ નહી.
બીજી તરફ અમદાવાદના બાવળા તાલુકામાં એક લ્યુસિસ્ટિક વ્હાઇટ-ગળાવાળું કિંગફિશર જોવા મળ્યું હતું, જેનાથી લોકોમાં આનંદ ફેલાયો હતો. પક્ષીવિદ્ દેવવ્રતસિંહ મોરી દ્વારા આ ખાસ પક્ષીનો ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો. આ પક્ષી હેલસિઓન જાતિનું છે અને ગ્રીક દંતકથા અનુસાર, માળો બાંધતી વખતે હેલસિઓન સમુદ્રના મોજાને શાંત કરી શકે છે. મોરીએ કહ્યું, કુદરતી વસ્તીમાં લ્યુસિસ્ટિક પક્ષીઓની ટકાવારી ભાગ્યે જ એક ટકા કરતા વધારે હોય છે, એમ તેમણે જણાવ્યું હતું. લોકડાઉનથી, આવા પક્ષીઓના દર્શનમાં વધારો થયો છે. ડિસેમ્બર 2020 માં, કચ્છમાં ગાંધીધામ નજીક એક લ્યુસિસ્ટિક કોમન ક્રેન જોવા મળી હતી. તે જ મહિને અમદાવાદના નળ સરોવરમાં સફેદ અથવા લ્યુસીસ્ટિક ગ્રેલેગ હંસ જોવા મળ્યો હતો. 2020 માં, સફેદ ચકલીઓ જોવા મળી હતી. તેમણે કહ્યું કે અમદાવાદમાં લ્યુસિસ્ટિક પક્ષીના આ બીજી વખત દર્શન થયા છે, જેમાં પ્રથમ લ્યુસિસ્ટિક ગ્રેલેગ હંસ હતું