બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો: રેરા ગ્રાહકોના હિતમાં હોવાનું અદાલતનું તારણ
ચાલુ પ્રોજેકટો પર રેરા લાગુ પરંતુ બિલ્ડરોને સમયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારને મુંબઈ હાઈકોર્ટે આજે મોટો દિલાસો આપ્યો હતો રેરા, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એકટની વિવિધ જોગવાઈઓનો વિરોધ કરતી બિલ્ડરો દ્વારા કરાયેલી વિવિધ જનહિતની અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ નરેશ પાટિલ અને જસ્ટિસ રાજેશ કેતકરની સમક્ષ રાજયભરમાં રેરાનો વિરોધ કરતી બધી જ અરજીઓનીક એક સાથે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કોર્ટે આ સંદર્ભે જણાવ્યું હતુ કે રેરા ગ્રાહકો માટે લાભકર્તા છે જો કે કોર્ટે બિલ્ડરોની પ્રોજેકટ પૂરો કરવા સમય લંબાવી આપવાની માગ અને એપલેટ ટ્રિબ્યુનલમાં બાબુઓની નિમણુંક ન કરાય એ વાત માન્યક રાખી હતી.
કોર્ટે કહ્યું હતુ કે ચાલુ પ્રોજેકટો પર પણ રેરા લાગુ પડશે જોકે બિલ્ડરોને સમયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે.
અહી ખાસ ઉલ્લેખનીય છેકે બિલ્ડરો દ્વારા ફલેટ બુકિંગ લીધા બાદ ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા કેન્દ્ર સરકારે તા. ૨૫.૩.૨૦૧૬ના રોજ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એકટ, રેરાનો કાયદો મંજૂર કરાવ્યો હતો. આમ રેરા લાગુ કરવાનું મુખ્ય કારણ ગ્રાહકોના હિત છે. હવે બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે ચાલુ પ્રોજેકટોક એટલે કે ઓનગોઈંગ પ્રોજેકટો પર પણ રેરા લાગુ પડશે. પરંતુ બિલ્ડરોને ચોકકસ કેસમાં પ્રોજેકટ પૂરો કરવા સમય મર્યાદામાં છૂટછાટ અપાશે.