નાના-મોટા છતર, બે મૂર્તિ અને ધુમ્મટ મળી ચાંદીના આભુષણોની તસ્કરી
પૂર્વ કચ્છના રાપર તાલુકાના સનવા ગામે ગોગા ભહારાજનાં મંદિરનાં દરવાજાનાં તાળા તોડી ચાંદીના છતર અને આભુષણ મળી રૂ.168500 લાખની મત્તાની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગત મુજબ રાપર નજીક સણવા ગામે રબારી વાસમાં ગોગા મહારાજના મંદિરનો અજાણ્યા શખ્સોએ તાળા તોડી ચાંદીના છતર, ગોગા મહારાજની મૂર્તિ 2, ચાંદીના પગલા અને ચાંદીના ધુમ્મટ મૂર્તિ મળી રૂ.1,68,500ની ચાંદીના આભુષણ ચોરી કરી ગયાની ફરિયાદ સોમાભાઈ ખેંગાભાઈ રબારીએ રાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ દબાવવા ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે.