પાંચ લોકો ઘવાયા: ત્રણ ભાઈ સહિત 10 શખ્સો સામે નોંધાતો ગુનો
પૂર્વ કચ્છના રાપર તાલુકાના નાની રવ ગામે યુવતિને હેરાન પરેશાન કરતા યુવક સાથે થયેલી બોલાચાલીમાં શસ્ત્ર ધિંગાણુ ખેલાયું જેમાં પાંચ લોકો ઘવાયા છે.પોલીસ ત્રણ ભાઈ સહિત 10 શખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ રાપર નજીક નાની રવ ગામે રહેતા પચાણ ખોડાભાઈ રબારી નામના યુવાને રાપર ગામના વસા ખોડા રબારી, નીલા સાજણ રબારી, નાથા ખોડા રબારી, નાની રવ ગામના ભાણા ખોડા રબારી, સાજણ રબારી, નાથા માલા રબારી, વાસા જેમલ રબારી, ખોડાપાંચા રબારી, રામજી લાખા રબારી અને કુવરા છના રબારી સહિત શખ્સોએ યુવતીના મામલે લોખંડ પાઈપ અને ધોકા વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી પચાણ રબારીની બહેનને વસા ખોડા રબારી હેરાન પરેશાન કરતો હોય જે અંગે બંને વચ્ચે બોલાચાલી થયેલી જેનો ખાર રાખી લોખંડના પાઈપ અને ધોકા વડે પચાણ રબારરી, વસા વાલા રબારી, ભાણા વાલા રબારી, મશરૂ ભુરા રબારી અને લક્ષ્મણ પચાણ રબારીને મારમાર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.પોલીસે ફરિયાદ પરથી તમામ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.